હાલની આ દુનિયામાં દરેક લોકો મોબાઈલ સાથે નજરે પડતા હોય છે. મોબાઈલ ઉપરાંત યુવાનો હેડફોન અને ઈયરબડનો ઉપયોગ કરતા હોય છે. હેડફોનનો ઉપયોગ કરી યંગ જનરેશન લાઉડ મ્યુઝિક સાંભળતા હોય છે. પરંતુ બીએમજી ગ્લોબલ હેલ્થ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં બતાવવામાં આવ્યું હતું કે એક અબજથી વધુ યુવાનોને સાંભળવાની ક્ષમતા ઘટી રહી છે.
વિશ્વભરમાં અનેક મિલીયન લોકો થઈ રહ્યા છે બહેરાશનો શિકાર
આપણે મુખ્યત્વે ટ્રાવેલિંગ દરમિયાન હેડફોનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ આ હેડફોનને કારણે સાંભળવાની ક્ષમતા ધીરે ધીરે ઘટી રહી છે. યુ.એસની મેડિકલ યુનિવર્સિટીએ આ રિસર્ચ કર્યુ હતું. WHOના અંદાજ પ્રમાણે વિશ્વભરમાં હાલ 430 મિલીયનથી વધુ લોકોને ઓછુ સાંભળવાની બીમારી છે.
હાઈ-વોલ્યુમમાં યુવાનો સાંભળે છે મ્યુઝિક
આનો અભ્યાસ કરનાર સંશોધકોના જણાવ્યા અનુસાર સરકાર, ઈન્ડસ્ટ્રી, અને સિવિલ સોસાયટી માટે સલામત સાંભળવાની રીતોને પ્રોત્સાહન આપીને વિશ્વભરના લોકો થઈ રહેલ શ્રવણ શક્તિના નુકસાન નિવારણને પ્રાથમિકતા આપવાની ખાસ જરૂરી છે. વિશ્વભરની સરકારોએ કાનના સ્વાસ્થ અંગે જાગૃત થવાની જરૂર છે. કારણ કે જો હમણાં આ બાબત પર ધ્યાન નહીં આપવામાં આવે તો આવનાર સમયમાં આ એક ગંભીર સમસ્યા બની શકે છે.
શ્રવણ શક્તિને લઈ થવું પડશે ગંભીર
આજકાલની જનરેશન ઉંચા અવાજે મ્યુઝિક સાંભળવાનું પસંદ કરે છે. મોબાઈલની સાથે બ્યુટૂથ અથવા તો ઈયરફોન લાગેલા જ હોય છે. આને કારણે આજકાલ લોકો 105 db પર અવાજ રાખવામાં આવે છે પરંતુ આજકાલ મનોરંજનના સ્થળો પર ઉપરાંત મ્યુઝિક શોમાં આ dbમાં વધારો થઈ 112db પર પહોંચી જતો હોય છે. સામાન્ય ઉંમરના માણસો કરતા આ લેવલ અનેક ઘણો વધારે છે. આવી બેદરકારને કારણે આગામી સમયે યુવાનો બહેરાશ જોવા મળી શકે છે.