ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેને આજે સોમવારે વિધાનસભામાં બહુમતી મેળવી છે. વિધાનસભાના વિશેષ સત્રમાં સીએમ ચંપાઈ સોરેને ગૃહમાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. 82 સભ્યોની વિધાનસભામાં ગાંડેયા વિધાનસભા બેઠક JMMના ધારાસભ્ય સરફરાઝ અહેમદના રાજીનામાને કારણે ખાલી છે. જ્યારે JMMના રામદાસ સોરેન અને ભાજપના ઈન્દ્રજીત મહતો વિધાનસભામાં પહોંચ્યા ન હતા. ઘાટસિલાના JMM ધારાસભ્ય રામદાસ સોરેન કિડનીની સમસ્યાને કારણે દિલ્હીની હોસ્પિટલમાં દાખલ છે. ભાજપના ધારાસભ્ય ઈન્દ્રજીત મહતોની લાંબા સમયથી હૈદરાબાદની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વિશ્વાસ મત પ્રસ્તાવની તરફેણમાં 47 વોટ મળ્યા, જ્યારે તેની વિરુદ્ધમાં 29 વોટ મળ્યા.
CM Champai Soren led Jharkhand government wins floor test after 47 MLAs support him
29 MLAs in opposition. #JharkhandPolitics pic.twitter.com/30BBXMjaak
— ANI (@ANI) February 5, 2024
કોઈ ખાતાવહી નથી, કાવતરૂ રચી હેમંતને ફસાવ્યા
CM Champai Soren led Jharkhand government wins floor test after 47 MLAs support him
29 MLAs in opposition. #JharkhandPolitics pic.twitter.com/30BBXMjaak
વિધાનસભામાં વિશ્વાસ મત રજૂ કરતી વખતે સીએમ ચંપાઈ સોરેને કહ્યું કે હેમંત સોરેનને ફસાવવા માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે EDએ હેમંત સોરેનની એક એવા કેસમાં ધરપકડ કરી છે જેમાં એકાઉન્ટ બુક નથી. જ્યારે EDએ ભાજપના ધારાસભ્ય ભાનુ પ્રતાપ શાહીની 7 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે, પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
મારી ધરપકડમાં રાજભવન પણ સામેલ છે-હેમંત સોરેન
મુખ્યમંત્રી ચંપાઈ સોરેન બાદ પૂર્વ સીએમ હેમંત સોરેને ગૃહમાં પોતાના વિચારો રજૂ કરતા ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. 31 જાન્યુઆરીની રાતને કાળી રાત ગણાવતા તેમણે કહ્યું કે દેશના લોકતાંત્રિક ઈતિહાસમાં આ એક કાળો અધ્યાય બની ગયો છે. તેમણે કહ્યું કે 31 જાન્યુઆરીની રાત્રે દેશમાં પહેલીવાર કોઈ સીએમ કે પૂર્વ સીએમ અથવા કોઈ વ્યક્તિની રાજભવનમાં ધરપકડ કરવામાં આવી હતી.હેમંત સોરેને આરોપ લગાવ્યો કે તેમની ધરપકડમાં રાજભવન પણ સામેલ હતું.
આરોપ સાબિત થશે તો રાજકારણમાંથી નિવૃત્તિ લઈશ
હેમંત સોરેને EDના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે જો તેમના નામની 8.5 એકર જમીનના દસ્તાવેજો આગળ મૂકવામાં આવશે તો તેઓ રાજકારણમાંથી સંન્યાસ લઈ લેશે. એટલું જ નહીં તેઓ ઝારખંડ છોડી દેશે.