Jharkhandના મુખ્યમંત્રી તરીકે ચંપઈ સોરેન લેશે શપથ, સરકાર રચવા રાજ્યપાલે આપ્યું આમંત્રણ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-02 09:17:07

31 જાન્યુઆરીએ હેમંત સોરેનની ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી. કથિત જમીન કૌભાંડને લઈ ઈડીએ અનેક કલાકો સુધી તેમની પૂછપરછ કરી અને તે બાદ તેમની ધરપકડ કરવામાં આવી. ઝારખંડના મુખ્યમંત્રી પદ ઉપરથી હેમંત સોરેને રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે ચંપઈ સોરેનની પસંદગી કરવામાં આવી, વિધાયક દળે ચંપઈ સોરેને પોતાના નેતા તરીકે પસંદ કરી લીધા હતા. વિધાયક દળે તો નેતાને પસંદ કરી લીધા પરંતુ સરકાર રચવા માટે રાજ્યપાલ દ્વારા ચંપઈ સોરેનને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે આજે ચંપઈ સોરેન મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે. શપથ ગ્રહણ માટે તેમને રાજ્યપાલે આમંત્રણ આપ્યું છે.

સરકાર રચવા રાજ્યપાલે ચંપઈ સોરેનને આપ્યું આમંત્રણ!

હેમંત સોરેનની ધરપકડ થોડા સમય પહેલા થઈ ગઈ હતી. ઝારખંડમાં હમણાં કોઈ સરકાર નથી જે વહીવટ કરી શકે. ચંપઈ સોરેનની પસંદગી વિધાયક દળ દ્વારા કરવામાં આવી હતી. ચંપઈ સોરેન ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે તેવી માહિતી સામે આવી હતી પરંતુ રાજ્યપાલ દ્વારા તેમને સમય આપવામાં ન આવતો હતો. રાજ્યપાલ દ્વારા ચંપઈ સોરેનને સરકાર રચવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે. 2 ફ્રેબુ્આરી એટલે કે આજે તે મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ શકે છે. શપથ લેવા માટે રાજ્યપાલ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. ચંપઈ સોરેને આની પહેલા 43 ધારાસભ્યના સમર્થન વાળી ચિઠ્ઠી લઈને રાજ્યપાલ પાસે પહોંચ્યા હતા.  


સુપ્રીમ કોર્ટ પહોંચ્યો ધરપકડનો મામલો!

1 ફેબ્રુઆરીએ રાંચીની વિશેષ અદાલતે હેમંત સોરેનને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય આપ્યો હતો. તે જ સમયે, વિધાયક પક્ષે ચંપાઈ સોરેનને તેના નેતા તરીકે ચૂંટ્યા હતા. એવી માહિતી સામે છે કે હેમંત સોરેનનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલ હેમંત સોરેનની ધરપકડનો મામલો સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા છે. મળતી માહિતી અનુસાર ઝારખંડમાં પીએમએલએ કોર્ટ આજે હેમંત સોરેનના રિમાન્ડ પર ફેંસલો સંભળાવશે. 

 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?