આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસ જીતી પરંતુ સરકાર ભાજપની છે. શિવરાજસિંહ ચૌહાણ હાલ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે કારણ કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ બળવો કર્યો હતો. ત્રણ રાજ્યો જ્યાં ચૂંટણી યોજાવાની છે તેમાંથી ભાજપ પાસે એક જ રાજ્ય છે. અને જો એ પણ ન રહ્યું તો જે રાજ્યોમાં ભાજપની સરકાર નથી તે રાજ્યમાં મધ્યપ્રદેશનો સમાવેશ પણ થઈ જશે.
ગુજરાતમાં રહી દેશની પરિસ્થિતિ અંગે વાત કરવી અઘરી છે
કર્ણાટકમાં કોંગ્રેસની જોરદાર જીત થઈ છે. કર્ણાટકમાં ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસમાં તેમજ તેના નેતાઓમાં અલગ પ્રકારનો કોન્ફીડન્સ જોવા મળી રહ્યો છે. ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ જમીન આસમાન એક કરવા જાણે તૈયાર થઈ હોય તેવું લાગી રહ્યું છે. જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. 2024માં યોજાનારી ચૂંટણીની વાત કરીએ તો આપણને એવું લાગે કે ચૂંટણી એક તરફી રહેવાની છે. ગુજરાતમાં રહી ગુજરાતના દ્રષ્ટિકોણથી વિચારીએ તો પરંતુ બીજા રાજ્યનો પરિસ્થિતિ કંઈક અલગ છે.
અમિત શાહ અને સી.આર.પાટીલ કરે છે અલગ વાત
ગુજરાતમાં રહી બીજેપી જીતશે તેવી વાત કરવી સહેલી છે પરંતુ અનેક એવા રાજ્યો છે જ્યાં કોંગ્રેસનો પ્રભાવ દેખાય છે. આ જ ચૂંટણીને જો બીજા રાજ્યોના દ્રષ્ટિકોણથી જોઈશું તો ખબર પડશે કે એ રસ્તો એટલો સરળ નથી જે આપણને અહીંયા રહીને દેખાય છે. જ્યારે મંચ પરથી સી.આર.પાટીલ કહે છે કે આ વખતે 404 સીટ આવશે તો તે ગુજરાતના દ્રષ્ટિકોણથી જોવે છે. પરંતુ જ્યારે અમિત શાહ 300 સીટની વાત કરે છે તે દર્શાવે છે કે ગુજરાતની પરિસ્થિતિ અલગ છે જ્યારે દેશની પરિસ્થિતિ અલગ છે.
મધ્યપ્રદેશને લઈ સી-સર્વેનો રિપોર્ટ આવ્યો સામે
મધ્યપ્રદેશ માટે સી સર્વેનો રિપોર્ટ સામે આવ્યો છે જે ખૂબ રસપ્રદ છે. સી વોટર પ્રમાણે ભાજપને 106-118 જેટલી સીટ મળી શકે છે, કોંગ્રેસને 108-120 સીટ મળવાનું અનુમાન સી વોટર દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે બહુજન સમાજ પાર્ટીને 0-4 સીટ મળવાનું અનુમાન છે જ્યારે અન્યને 0-4 સીટ મળી શકે છે તેવું સી વોટરનો સર્વે કહે છે. તે સિવાય જ્યારે મુખ્યમંત્રી માટે વોટિંગ કરવામાં આવ્યું ત્યારે શિવરાજસિંહ ચૌહાણને 34 ટકા, કમલનાથને 36, સિંધિયાને 12 ટકા, દિગ્વિજયસિંહને 1 ટકા વોટ મળ્યા છે.
પીએમ મોદી છે લોકોની પહેલી પસંદગી
જ્યારે વડાપ્રધાનને લઈ લોકોની પસંદગી પૂછવામાં આવી ત્યારે નરેન્દ્ર મોદી પહેલી પસંદગી હતી પરંતુ રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં પણ વધારો જોવા મળ્યો છે. નરેન્દ્ર મોદીને 57 ટકા, રાહુલ ગાંધીને 18 ટકા, યોગીને 8 ટકા, અરવિંદ કેજરીવાલે 3 ટકા, તેમજ અન્યને 14 ટકા મળ્યા હતા. ચૂંટણીમાં ધ્યાનમાં રહેવામાં આવેલા મુદ્દાઓની વાત કરીએ તો બેરોજગારી, મોંઘવારી, ભષ્ટાચાર, સ્થાનિક મુદ્દાઓ સહિતના અનેક મુદ્દાઓ છે જે લોકોએ ધ્યાનમાં લીધા છે. કોંગ્રેસ માટે હાલ તો સારી પરિસ્થિતિ દેખાઈ રહી છે પરંતુ આ તો કોંગ્રે છે. કોઈ નેતા એવું નિવેદન આપી દે તેને કારણે કોંગ્રેસને નુકસાન પહોંચી શકે છે.