આવતી કાલથી ચૈત્રી નવરાત્રીનો થઈ રહ્યો છે પ્રારંભ, આ વર્ષે સર્જાઈ રહ્યો છે અદ્ભૂત સંયોગ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-21 16:28:30

નવરાત્રી એટલે માં આદ્યશક્તિની આરાધના કરવાનો પર્વ. નવરાત્રી દરમિયાન માતાજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. 22 માર્ચથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. આ વર્ષે જે દિવસથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે જેમાં અદ્ભૂત સંયોગ બનવા જઈ રહ્યા છે. ચૈત્રી નવરાત્રીના પ્રારંભની સાથે જ રવિયોગ, રાજયોગ, અમૃતસિદ્ધિયોગનો સંયોગ બની રહ્યો છે. આ વખતે એક પણ તિથીનો ક્ષય નથી થઈ રહ્યો. માટે નવરાત્રીનું સમાપન 30 માર્ચે થવાનું છે. 


હિંદુ નવા વર્ષનો ચૈત્ર મહિનાથી થાય છે પ્રારંભ  

હિંદુ ધર્મમાં તહેવારોની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હોય છે. જેમ શ્રાવણ મહિનો ભગવાન શંકરને સમર્પિત હોય છે તેવી જ રીતે નવરાત્રીનો પર્વ આદ્યશક્તિ માં અંબાને સમર્પિત હોય છે. સમગ્ર વર્ષ દરમિયાન ચાર નવરાત્રી આવતી હોય છે. બે નવરાત્રીને ગુપ્ત માનવામાં આવે છે જ્યારે બે નવરાત્રી એકદમ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આસો અને ચૈત્ર નવરાત્રી ભારે ધામધૂમથી ઉજવાય છે જ્યારે પોષ અને અષાઢ મહિનામાં આવતી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન માતાજીની ઉપાસના કરવાથી માતાજી રાજી થાય છે. આ દિવસો દરમિયાન માતાજીની આરાધના કરવાથી માતાજીની વિશેષ કૃપા મળે છે. ચૈત્ર મહિનાના પ્રથમ દિવસથી હિંદુઓનું નવું વર્ષ શરૂ થાય છે.  

 

આ વખતની નવરાત્રીમાં સર્જાઈ રહ્યો છે અદ્ભૂત સંયોગ 

આ વખતની ચૈત્રી નવરાત્રીમાં અનેક શુભ સંયોગો સર્જાઈ રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે 110 વર્ષ બાદ આવા શુભ સંયોગો બની રહ્યા છે! ત્યારે જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર ગુરૂ તેમજ શનિ તેમની સ્વરાશિમાં રહેશે. શનિ કુંભમાં રહેશે જ્યારે ગુરૂ મીનમાં ગોચર કરશે. એવું માનવામાં આવે છે કે નવરાત્રીના નવ દિવસ પૂર્ણ થતાં હોય તે નવરાત્રીને અત્યંત ફળદાયી માનવામાં આવે છે. ત્યારે આ વખતે કોઈ પણ તીથિ વધતી કે ઘટતી નથી. આ વખતે નવરાત્રીના નવ દિવસો પૂર્ણ થઈ રહ્યા છે.    


કેવી રીતે કરવી જોઈએ પૂજા  

નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા કરવા અનેક લોકો ઘરમાં ઘટસ્થાપન કરતા હોય છે. ઈશાન ખૂણામાં એક બાજોટ રાખવો જોઈએ. તેની પર લાલ રંગના વસ્ત્ર પર માતાજીનો ફોટો અથવા તો પ્રતિમા પધરાવી જોઈએ. બાજોટ પર ચોખાથી અષ્ટદળનું નિર્માણ કરવું જોઈએ. કળશને પણ બાજોટ પર પધરાવી દો. કળશ પર સ્વસ્તિક બનાવી કળશની ફરતે ચાંદલા કરવા જોઈએ. તે બાદ નાડાછડી અર્પણ કરવામાં આવશે. કળશમાં આખી સોપારી, સિક્કા અને અક્ષત અર્પણ કરવા જોઈએ અને તેના પર આસોપાલવના પાંચ પાન મૂકવા. આસોપાલવના પાન પર શ્રીફળ પધરાવવું જોઈએ. કળશ પર શ્રીફળ રાખીને માતાજીનું આહ્વાહન કરવું જોઈએ. નવરાત્રીના નવ દિવસ દરમિયાન આ કળશની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે દેવીની ઉપાસના કરવાથી સાધકોના સઘળા મનોરથ સિદ્ધ થાય છે.       

     

નવરાત્રી દરમિયાન કરવામાં આવે છે નવદુર્ગાની પૂજા  

નવરાત્રીના નવ દિવસો દરમિયાન નવ દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે. પ્રથમ દિવસે માતા શૈલપૂત્રીની આરાધના કરવામાં આવે છે. બીજા દિવસે માતા બ્રહ્મચારીણીની ઉપાસના કરવામાં આવે છે. ચંદ્રઘંટાની આરાધના નવરાત્રીના ત્રીજા દિવસે કરાય છે જ્યારે કુષ્માંડા માતાની ચોથા દિવસે આરાધના કરવામાં આવે છે. સ્કંદમાતાની આરાધના નવરાત્રીના પાંચમા દિવસે કરાય છે. કાત્યાયની માતાની આરાધના નવરાત્રીના છઠ્ઠા દિવસે કરવામાં આવે છે. નવરાત્રીના સાતમાં નોરતે કાલરાત્રિની આરાધના કરવામાં આવે છે જ્યારે આઠમા દિવસે મહાગૌરીની ઉપાસના કરવામાં આવે છે. નવમા દિવસે સિદ્ધિદાત્રી દેવીની ઉપાસના કરવામાં આવે છે. જો નવરાત્રી દરમિયાન માતાજીની વિશેષ પૂજા કરવાનું શક્ય ન હોય તો નવાર્ણ મંત્રના જાપને પણ ફળદાયી માનવામાં આવે છે.    




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?