ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે હમણાંથી ખૂબ ચર્ચામાં રહે છે એ પછી જનતા રેડ કરવા જાય કે પછી અધિકારીઓને ખખડાવે.. સ્કૂલે જઈ શિક્ષકોને ગુજરાતી વાંચવાનું કહે છે.. કોઈ વખત અનેક વીડિયો રિલીઝ કરી દારૂબંધી કાયદાના ધજાગરા ઉડતા હોય તેવી વાત કરે છે. ફરી એક વાર ચૈતર વસાવા ચર્ચામાં આવ્યા છે. કલેકટરની સામે તેમણે મોરચો ખોલ્યો હોય તેવું લાગે છે. કલેક્ટર ઓફિસની બહાર ચૈતર વસાવા ધરણા પર બેઠા હતા.
ગુજરાતના 41 જેટલા તાલુકા આવે છે વિકાસશીલ તાલુકા હેઠળ!
ડેડીયાપાડાના ધારાસભ્ય કલેકટર કચેરીએ પહોંચી ગયા અને કલેકટરની ચેમ્બર સામે ધરણા પર બેઠા. કારણ શું તો વિકાસશીલ તાલુકાના પૈસા બિન ઉપયોગી પ્રોજેક્ટમાં મંજૂર કરે છે અધિકારીઓ એ આક્ષેપ ધારાસભ્યએ કર્યો છે ચૈતર વસાવાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે ગુજરાતભરમાં 41 જેટલા તાલુકાઓનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ થયો છે, જેમાંથી ડેડીયાપાડા અને સાગબારા તાલુકા પણ મારા વિસ્તારમાંથી આવે છે. જેમાં ચાર કરોડ રૂપિયાનું બજેટ આવ્યું હતું, ત્યારબાદ અમારી મીટીંગો થઈ અને પ્રભારી સચિવના અધ્યક્ષ સ્થાને ડેડીયાપાડાના 100 ખેડુતો અને સાગબારાના 100 ખેડૂતો માટે સિંચાઇના બોરમોટરો મંજૂર કર્યા.
ચૈતર વસાવા અધિકારીઓની પોલ તો ખોલે છે પરંતુ!
પરંતુ બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારેએ કામો બદલી કાઢીને 20-20 લાખના તળાવો, બાયોગેસો મંજૂર કરી દીધા છે. તો તેમણે લોકોને બિન ઉપયોગી હોય તેવા પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરી છે. તો અધિકારીઓ પર આક્ષેપ લગાવ્યા છે. હવે ચૈતર વસાવા પોતાના વિસ્તારમાં ચાલતા કૌભાંડોનો ખુલાસો તો કરે છે પણ એ અધિકારીઓ સામે એક્શન લેવાય છે કે કેમ એ જોવાનું રહ્યું!
વિકાસશીલ તાલુકા,મનરેગા,IWMP, વન વિભાગ વગેરે વિકાસલક્ષી તમામ ગ્રાન્ટોનું બારોબાર આયોજન કરી ગેરરીતી કરાતી હોવાની અનેક ફરિયાદો ઊઠી હોવા છતાં કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવતી નથી.
— Chaitar Vasava AAP (@Chaitar_Vasava) July 20, 2024
આ તમામ મુદ્દા ઉપર આજે અમે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ની ચેમ્બર સામે ધરણા પર બેઠા છીએ. pic.twitter.com/4dgTiTxhQq