ચૈતર વસાવા વિરૂદ્ધ જ્યારથી ફરિયાદ કરવામાં આવી છે ત્યારથી તે ફરાર છે. તેમના એક પત્નીની પોલીસે ધરપકડ કરી લીધી છે. તે હમણાં પોલીસ કસ્ટડીમાં છે. કોર્ટે તેમના પત્નીની જામીન અરજી ફગાવી દીધી છે. આ બધા વચ્ચે ચૈતર વસાવાની પત્ની જેમની પર કેસ ચાલી રહ્યો છે તે શકુંતલા વસાવાએ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે હું ચૈતર વસવાની પત્ની છું એટલે મને ફસાવામાં આવે છે. મહત્વનું છે કે જ્યારે જમાવટની ટીમે ચૈતર વસાવાના બીજા પત્ની સાથે વાત કરી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે બંને પત્નીઓ તેમની સાથે હતી.
હાઈકોર્ટમાં ચૈતર વસાવાની પત્નીએ કરી જામીન માટે અરજી
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે હાલ ફરાર છે પણ જ્યારથી એમના પર કેસ થયો છે ત્યારથી ડેડીયાપડા અને ચૈતર વસાવા ચર્ચામાં ચૈતર વસાવા સિવાય તેમના પત્ની પર પણ કેસ થયો હતો તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ચૈતર વસાવા અને તેમના પત્નીએ કોર્ટમાં અરજી કરી કરી હતી પણ નીચલી કોર્ટએ તેમની અરજી ફગાવી દીધી છે ત્યારે તેમણે હવે હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. જો કે હાઈકોર્ટે વેકેશન બાદ તુરંત સુનાવણી કરવાની એમની માગ ફગાવી રેગ્યુલર કોર્ટમાં જ સુનાવણી હાથ ધરશે તેવી વાત સામે આવી છે.
રેગ્યુલર કોર્ટમાં હાથ ધરવામાં આવશે સુનાવણી
ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ આ ગુનો દાખલ થયા બાદ ચૈતર વસાવા હાલ પોલીસ ચોપડે ફરાર છે, પોલીસ એમને શોધવા આકાશ પાતાળ એક કરી રહી છે. જ્યારે એમની પત્ની સહિત અન્ય 3 આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે, એમનાં રિમાન્ડ પણ પુર્ણ થઈ ચુક્યા છે. ત્યારે હવે ચૈતર વસાવાની પત્નીએ જમીન માટે હાઇકોર્ટમાં અરજી કરી છે. એમણે અરજીમાં જણાવ્યું છે કે દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ તુરંત એ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવે, તો જજ દ્વારા એમની એ રજુઆત ફગાવી દેવામાં આવી છે અને જણાવ્યું છે કે રેગ્યુલર કોર્ટમાં અરજીની સુનાવણી હાથ ધરવામાં આવશે.
જમાવટની ટીમે જ્યારે ચૈતર વસાવાના બીજા પત્ની સાથે કરી હતી વાત
ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવાએ જમીન અરજીમા આક્ષેપ કર્યો છે કે આ ઘટના સમયે હું ત્યાં હાજર નહોતી, હું તો ઘરે હતી. હું ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની હોવાથી મને ખોટી રીતે ફસાવી આરોપી બનાવવામાં આવી છે. જ્યારે અમે ચૈત્રર ભાઈના બીજા પત્ની સાથે વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે બંને પત્નીઓ ત્યાં હજાર હતા.ત્યારે આ કેસમાં નવા નવા અપડેટ આવી રહ્યા છે.