ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલની બહાર થોડા દિવસ પહેલા આવી ગયા અને હવે તેમના પત્નીના જામીન પણ મંજૂર થઈ ગયા છે. આમ તો ચૈતર વસાવાના જામીન ઘણા સમય પહેલા મંજૂર થઈ ગયા હતા પરંતુ તેમના પત્ની શકુન્તલા વસાવાના જામીન મંજૂર થયા ન હતા જેને લઈ ધારાસભ્ય જેલમાં રહ્યા હતા. જિલ્લાની સેશન્સ કોર્ટે ચૈતર વસાવાના પત્નીના જામીન મંજૂર કરી દીધા છે. શકુન્તલા બેન સહિત અન્ય બે વ્યક્તિના જામીન મંજૂર થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. જેલની બહાર શકુન્તલા વસાવા ક્યારે આવશે તે તારીખ હજી સામે નથી આવી.
જેલમાં રહેલા ધારાસભ્ય અનેક વખત મોકલતા હતા સંદેશ
વનકર્મીને માર મારવાનો તેમજ હવામાન એક રાઉન્ડ કરવાના ગુન્હામાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અનેક લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ કેસ થતાં જ ચૈતર વસાવા ફરાર થઈ ગઈ હતા. ઘણા સમય બાદ પોલીસ સમક્ષ ચૈતર વસાવા હાજર થયા હતા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો, ત્યાં હાજર હતા. ચૈતર વસાવા જેલમાં હતા તે સમયથી અનેક વખત તેમના સમાચારો સામે આવતા રહ્યા. જેલમાંથી ધારાસભ્ય પોતાના સમર્થકોને સંદેશો મોકલતા હતા.
શકુન્તલા વસાવાના જામીન થયા મંજૂર
ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર હતા. ચૈતર વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા છે અને તે જેલની બહાર આવી ગયા છે તેમના પત્ની શકુન્તલા વસાવા પણ જેલની બહાર આવવાના છે ટૂંક સમયમાં તેવી માહિતી સામે આવી છે.