Chaitar Vasavaએ Mumtaz Patelના નિવેદન પર આપી પ્રતિક્રિયા, ચૂંટણી પ્રચારને લઈ મુમતાઝ પટેલે કરી હતી વાત.. સાંભળો શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-05 14:56:18

ભરૂચ લોકસભા બેઠક એવી છે જેની ચર્ચા અવાર નવાર થતી હોય છે.. નિવેદનોને કારણે આ બેઠક ચર્ચાય છે... ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે અને જે અંતર્ગત ચૈતર વસાવાને  ગુજરાતની સૌથી ચર્ચિત લોકસભા બેઠક ભરૂચ પરથી સમાચાર આવી રહ્યા છે કે , હવે ચૈતર વસાવાએ મુમતાઝ પટેલના  નિવેદન પર પ્રતિક્રિયા આપી છે . અને કહ્યું હતું કે , હું પ્રચાર માટે મુમતાઝ પટેલનો સંપર્ક કરીશ . 

પ્રચારને લઈ મુમતાઝ પટેલે આપી હતી પ્રતિક્રિયા અને કહ્યું હતું... 

ગુજરાતમાં સાતમી મેના રોજ મતદાન થવાનું છે.. ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાને માત્ર ગણતરીના કલાકો બાકી છે.. પ્રચાર કરવા માટે રાજકીય પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસના સ્ટાર પ્રચારકની યાદીમાં અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો હતો.. ભરૂચમાં આપના ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે... ગઠબંધન અંતર્ગત આપ અને કોંગ્રેસના નેતાઓ અનેક વખત સાથે દેખાયા હતા. ત્યારે થોડા દિવસ પહેલા મુમતાઝ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં તેમણે કહ્યું કે ચૈતર વસાવાએ તેમનો સંપર્ક નથી કર્યો પ્રચાર માટે..


ચૈતર વસાવાએ મુમતાઝ પટેલના નિવેદન પર આપી પ્રતિક્રિયા

આ બાદ ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. ચૈતર વસાવાએ કહ્યું હતું કે , થોડા દિવસ પહેલા જ મુમતાઝ બેન સાથે વાત થઈ હતી , મુમતાઝબેન દિલ્હી હતા અને તેઓ પોતે પણ ઇન્ડિયા ગઠબંધનના સ્ટારપ્રચારક છે એટલે તેમનો આખો પ્રચાર માટેનો schedule બનેલો હોય છે . અમે સાથે રહીને મેહનત કરીશું . હું ચોક્કસ મુમતાઝ પટેલને સંપર્ક કરીશ. મહત્વનું છે કે આ બેઠક પર વસાવા Vs વસાવાનો જંગ જોવા મળવાનો છે.. ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપી છે.. મહત્વનું છે કે ચૂંટણી પ્રચારના પડઘમને શાંત થવામાં માત્ર ગણતરીના કલાકો બાકી છે..  




ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...