પોલીસની છબી આપણા માનસમાં મુખ્યત્વે નેગેટિવ હોય છે.. જ્યારે પોલીસ વિશે વાત કરીએ ત્યારે તેમની બુરાઈઓ મુખ્યત્વે કરતા હોઈએ છીએ પરંતુ અનેક પોલીસકર્મીઓ એવા પણ હોય છે જે નિષ્ઠાથી પોતાનું કર્મ કરતા હોય છે... અનેક પોલીસકર્મીઓ એવા છે જે નિષ્ઠાથી કામ કરતા હોય છે તેમને બદલાવામાં મોત મળતું હોય છે.. થોડા દિવસ પહેલા એસએમસીના PSIનું મોત બુટલેગરની ગાડીથી થયું તેવું માનવામાં આવી રહ્યું છે... આ બાદ અનેક લોકોની પ્રતિક્રિયા આવી ત્યારે આ મામલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે..
હર્ષ સંઘવી અને સરકાર પર કર્યા પ્રહાર
ચૈતર વસાવાએ પોતાના નિવેદનમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર પ્રહાર કર્યા છે ઉપરાંત ગુજરાત સરકારના કાયદા વ્યવસ્થા પર પણ પ્રહાર કર્યા છે... છોટા ઉદેપુરના કવાંટમાં સ્નેહમિલનના કાર્યક્રમ દરમિયાન તેમણે હર્ષ સંઘવી તેમજ સરકાર પર પ્રહાર કર્યા છે... તેમણે કહ્યું કે આ પીએસઆઈનું મોત નથી ગુજરાતના કાયદા વ્યવસ્થાનું મોત છે.. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ સવાલ કર્યો છે કે બુલડોઝર ક્યાં છે? મહત્વનું છે કે ચૈતર વસાવા અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે... ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો....