ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ દાખલ થઈ ત્યારથી ચૈતર વસાવા ફરાર છે. પોલીસે તેમના પત્નીની ધરપકડ કરી લીધી છે. પોલીસ ચૈતર વસાવાની તલાશ કરી રહી છે. અલગ અલગ સ્થળો પર તેમના સમર્થનમાં આવી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે ભરૂચમાં ચૈતર વસાવા સમર્થનમાં લોકોએ રેલી કાઢી હતી અને બધાએ ચૈતર વસાવાનો નકાબ પહેર્યો હતો. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની આગેવાનીમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
અનંત પટેલ આવ્યા ચૈતર વસાવાના સમર્થનમાં
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ધારાસભ્યની પત્નીની ધરપકડ પોલીસે કરી લીધી છે. પોલીસ ડેડિયાપાડાના ધારાસભ્યને શોધી રહી છે. આ બધા વચ્ચે પોલીસ કસ્ટડીમાં રહેલી ધારાસભ્યની પત્નીની તબિયત લથડી હતી અને તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તેમને મળવા પહોંચ્યા હતા. અલગ અલગ સ્થળો પર આમ આદમી પાર્ટીના લોકોએ સમર્થનમાં આવી વિરોધ કર્યો હતો. આદિવાસી સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આદિવાસી નેતાઓ પણ તેમના સમર્થનમાં આવ્યા છે.
ચૈતર વસાવાનો માસ્ક પહેરી લોકો પહોંચ્યા કલેક્ટર કચેરી
ભરૂચ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં તેમના સમર્થનમાં રેલી યોજવામાં આવી રહી છે. અનંત પટેલ પણ તેમના સમર્થનમાં છે. ભરૂચ ખાતે આદિવાસી સમાજના લોકોએ આપના જિલ્લા પ્રમુખની આગેવાનીમાં ડેડિયાપાડાના ધારાસભ્યના સમર્થનમાં આવી કલેક્ટરને આવેદન પત્ર આપ્યો હતો. ચૈતર વસાનાનો માસ્ક પહેરી લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ચૈતર વસાવાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર કેમ્પેઈન ચાલે છે કે હું પણ ચૈતર વસાવા..