નલ સે જલ યોજનામાં સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યોજના 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે. 100 ટકા જો યોજના પૂર્ણ થઈ ગઈ હોત તો રાજ્યના દરેક ઘરમાં નળથી પાણી આવતું હોત. પરંતુ અનેક એવી જગ્યાઓ છે ત્યાં હજી સુધી આ યોજના પહોંચી નથી. આ મામલાને લઈ અનેક વખત જમાવટ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો છે પરંતુ હવે આ મામલે નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે. થોડા સમય પહેલા જેઠા ભરવાડે આ અંગે વાત કરી હતી તો હવે ચૈતર વસાવાએ આ મામલો ઉઠાવ્યો છે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ નલ સે જલ યોજના અંગે કરી વાત!
નલ સે યોજનામાં ભષ્ટાચાર થયો હોવાની વાત કરવામાં આવી રહી છે. રાજ્યના અનેક ગામો એવા છે કે જ્યાં નળ તો પહોંચ્યો છે પરંતુ પાણી નથી પહોંચ્યું. આ મામલે ચૈતર વસાવાએ કહ્યું કે ભાજપના નેતાઓ ખોલી રહ્યા છે ભાજપના ભ્રષ્ટાચારની પોલ, નલ સે જલ યોજનાના નળોમાંથી પાણીના બદલે બહાર આવ્યો ભાજપનો ભ્રષ્ટાચાર. મહત્વનું છે કે આપના ધારાસભ્ય ચૈતર વસાવા પહેલા ભાજપના જ નેતા જેઠા ભરવાડે આ અંગે વાત કરી હતી.
જેઠા ભરવાડ પણ ઉઠાવી ચૂક્યા છે આ મુદ્દો!
વિધાનસભાના ઉપાધ્યક્ષે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે પોતાના મત વિસ્તારના લોકોને કહ્યું છે કે જો કોઈ સરકારી અધિકારી કે કર્મચારી નલ સે જલ યોજનાની કામગીરી કરતવા આવે તો તે ના કરવા દેવી. સરકારે તપાસ બેસાડી છે તે પૂરી થશે પછી જ કામગીરી કરવા દેવી. શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે કલેક્ટર સુજલ મયાત્રા પર જ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. સરકારે રિપોર્ટ તો મંગાવ્યો છે પણ પછી કાર્યવાહી ક્યારે કરવામાં આવે છે તે જોવું રહ્યું.