મોરબીમાં તંત્રના વિવિધ એકમો એક દિવાલ તોડવા માટે મથી રહ્યા છે, ઘા પર ઘા મારવામાં આવી રહ્યા છે પરંતુ દિવાલ છે કે તૂટવાનું નામ જ નથી લઈ રહી. કારણ કે આ દિવાલ લોકોની સુખાકારી માટે કામ કરતા રાજાના સમયમાં બનેલી છે. જ્યારે અત્યારની જેમ કેવી રીતે કટકી કરવી તેવું નહીં, પરંતુ લોકોને વધુ સુવિધા કેવી રીતે મળી શકે તેને ધ્યાનમાં લઈને કામો કરવામાં આવતી હતી. આ દિવાલનું નિર્માણ મોરબીના રાજા સર વાઘજીએ કરાવ્યું હતું......
આ પુલમાં કટકી નહોતી થઈ આથી સદિઓથી અડીખમ ઉભો છે
એક બાજુ મોરબીમાં થોડા દિવસો પહેલા જ સમારકામગીરી બાદ લોકો માટે ખુલ્લો મૂકાયેલો પુલ તૂટી જાય છે. અને બીજી બાજુ 1887માં રાજાઓના સમયમાં બનાવેલા પુલ પાસેની દિવાલ તૂટવાનું નામ નથી લઈ રહી. તંત્ર રાતથી મચ્છુ નદીમાંથી પાણી કાઢવા માટે દિવાલ તોડવાનું કામ કરી રહી છે પરંતુ દિવાલ છે કે તૂટવાનું નામ નથી લઈ રહી. અને તૂટે પણ કેમ? કારણ કે આ દિવાલ બનાવવા સમયે કામ પોતાના ખિસ્સા ભરવા માટે નહીં પરંતુ લોકોની સુખાકારી માટે થતું હતું. આ દિવાલ છે રાજાઓના સમયમાં બનેલી. અત્યારના ભ્રષ્ટાચારના પુલો જેમ ખુલ્લા મૂકાયા પહેલા તૂટી જાય છે કે મોરબીના ઝુલતા પુલની જ વાત કરીએ તો સમારકામના થોડાં જ દિવસોમાં તૂટી ગયો છે તેવી દિવાલ નથી. આ દિવાલ મોરબીના એ રાજાઓએ લોકો માટે બનાવી હતી. મચ્છુમાં હજુ પણ જેટલા લોકો ફસાયેલા છે જેમના મૃતદેહો નથી મળ્યા તેને શોધવા માટે મચ્છુના થોડા વિસ્તારને ખાલી કરવાનો ગઈકાલે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી જેટલા લોકો હજુ નથી મળ્યા તેને તેમના પરિવારને સોંપી શકાય. કામગીરી પણ કરવામાં આવી રહી છે પરંતુ મચ્છુમાંથી પાણી કાઢવા માટે પુલ છે તે તૂટી નથી રહ્યો. રાજાઓના સમયમાં બનેલા આ પુલ પર ધમાકા કરવામાં આવ્યા, તમે ફોટોમાં જોઈ શકો છો કે જેસીબી મારફતે પણ કામગીરી કરવામાં આવી રહી છે. રાતની સવાર થઈ પરંતુ દિવાલ નથી તૂટી. સરકારોને આ શિખવું જોઈએ. આપણા રાજાઓ પાસેથી લોકોની સેવાના પાઠ ભણવા જોઈએ કે એક દિવાલ જે 1980ના દાયકામાં બનાવવામાં આવી હતી તે તૂટી નથી રહી અને એક બાજુ ગુજરાતના રોડ-પૂલ વગેરે ઉદ્ઘાટનના મહિનાઓની અંદર તૂટી જાય છે. અને તૂટવા પણ જોઈએ ને કારણ કે આનાથી જ તો કોન્ટ્રાક્ટર અને નેતાઓના ખિસ્સામાં રૂપિયા આવતા હોય છે. જો રોડ-પુલ વગેરે બાંધકામો ટૂંક સમયમાં તૂટશે તો નવું ટેન્ડર બહાર પડશે. ફરીવાર રસ્તા બનાવાશે, વધારે રૂપિયા મળશે. પ્રજાના પૈસાનું જે થાય તે પણ આપણા ઘર ભરાવા જોઈએ.