નદીઓની શુદ્ધતા અંગે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો રિપોર્ટ, સાબરમતી નદીને લઈ કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર!


  • Published By :
  • Published Date : 2023-02-03 17:18:04

છેલ્લા ઘણા સમયથી નદીમાંથી પ્રદૂષણ દૂર કરવાની વાતો કરવામાં આવી રહી છે. પર્યાવરણનું સંરક્ષણ કરવા વન અને પર્યાવરણ મંત્રાલયનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. નદીને પ્રદૂષણથી મુક્ત કરવા લાખો રુપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે. ગંગા અને યમુનાના પ્રદૂષણના મામલા સતત સામે આવી રહ્યા છે ત્યારે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં નદીઓની શુદ્ધતાને લઈ વાત કરવામાં આવી છે. ગુજરાતની સાબરમતી નદીનો ક્રમાંક બીજો છે. 


નદીના પ્રદૂષણને લઈ સરકાર પર કોંગ્રેસ દ્વારા કરાયા પ્રહાર 

સાબરમતી નદીની શુદ્ધતાની અનેક વખત વાતો કરવામાં આવે છે. સરકાર અનેક વખત પર્યાવરણને બચાવવાની વાતને લઈ દાવા કરતી હોય છે. પરંતુ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો એક રિપોર્ટ સામે આવ્યો છે જેને કારણે નદીના શુદ્ધિકરણની વાતો પર પાણી ફેરવી દે છે.  રિપોર્ટ અનુસાર ચેન્નાઈની કૂમ નદી દેશની સૌથી પ્રદૂષિત નદી તરીકે જાહેર કરવામાં આવી છે જ્યારે ગુજરાતની સાબરમતી આ શ્રેણીમાં બીજા નંબર પર આવે છે. આ વાતને લઈ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. 


મનીષ દોશીએ આપી પ્રતિક્રિયા 

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગુજરાતમાં તમામ નદીઓનું સૌથી વધુ પ્રદૂષણ છતાં પણ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા. શુદ્ધિકરણની વાતને લઈને 3000 કરોડ સરકાર દ્વારા વેડફી દેવામાં આવ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતનું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી રાજ્યમાં કુદરતી જળ સ્ત્રોત હોય કે અન્ય જગ્યાએ એર પોલ્યુશન હોય કે વોટર પોલ્યુશન તમામ પ્રદૂષણ નિયંત્રણ કરવાનું કામ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું છે. તેનાથી ઉલટું કામ કરી રહી છે. મનીષ દોષી ઉપરાંત ઈસુદાન ગઢવીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.