શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા લેવાયા નિર્ણયોથી સૈનિકોની ફાયદો થશે ઉપરાંત ગરીબોને પણ આ નિર્ણયને કારણે ફાયદો થવાનો છે. કેન્દ્ર સરકારે સૈન્યબળો માટે વન રેંક વન પેન્શન લાગુ કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાનૂન અંતર્ગત 81.3 કરોડ ગરીબોને એક વર્ષ સુધી મફતમાં રાશન આપવાનો નિર્ણય કર્યો છે.
જવાનોને મળશે લાભ
થોડા દિવસો બાદ નવું વર્ષ શરૂ થવાનું છે. નવા વર્ષની શરૂઆત પહેલા કેન્દ્ર સરકારે જવાનોને તેમજ ગરીબ પરિવારને મોટી ભેટ આપી છે. વન રેન્ક વન પેન્શન યોજનાની વાત કરતા કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે 1.7.2014 પછી નિવૃત્ત થયેલા સરુક્ષાકર્મીઓને ઓઆરઓપીનો લાભ આપવામાં આવશે. આ લાભ મેળવનાર લાભાર્થીઓની સંખ્યા 25,13.002 પર પહોંચી ગઈ છે.
2023 સુધી ગરીબોને મફત રાશન આપવામાં આવશે
ઉપરાંત ગરીબ પરિવારને લાભ અંગેની વાત કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કરી હતી. પીયુષ ગોયલે કહ્યું કે સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત 81.3 કરોડ લોકોને આવનાર એક વર્ષ માટે મફત રાશન આપવામાં આવશે. આ યોજનાને કારણે સરકાર પર બે લાખ કરોડ રૂપિયાનો બોજો વધશે. ગરીબોને ચોખા ત્રણ રૂપિયે અપાશે, ઘઉં 2 રૂપિયામાં આપવામાં