દુનિયામાં ખાંડના સૌથી મોટા ઉત્પાદક દેશ ભારતે સ્થાનિક બજારમાં ખાંડની અછત ન સર્જાય અને વધતા ભાવને રોકવા માટે ઓક્ટોબર 2023 સુધી ખાંડની નિકાશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભારતમાં આ વર્ષે શેરડીનું રેકોર્ડ ઉત્પાદન થાય તેવી આશા છે.
વર્ષ 2021-22 વર્ષમાં શેરડીનું રેકોર્ડ ઉત્પાદન
અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષ 2021-22 દરમિયાન દેશમાં 5 હજાર ટનથી વધુ શેરડીનું રેકોર્ડ ઉત્પાદન થયું છે. જેનાથી ખાંડ મિલોએ લગભગ 3,574 લાખ ટનનું પિલાણ કરીને લગભગ 394 લાખ ટન ખાંડ (સુક્રોઝ)નું ઉત્પાદન કર્યું હતું.
વર્ષ 2021-22ના વાણિજ્ય વર્ષમાં ભારતની ખાંડની નિકાશ 57 ટકા વધીને 109.8 લાખ ટન થઈ ગઈ છે. તે ખાંડની નિકાશથી લગભગ 40 હજાર કરોડ રૂપિયાનું વિદેશી હુંડિયામણ ભારતને મળ્યું છે.