દેશના વિવિધ રાજ્યો વચ્ચે સીમાને લઈ વિવાદ વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે પણ સ્વિકાર્યું છે કે દેશના 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે સીમા સંબંધિત વિવાદ છે. ડીએમકેના સાંસદ ટીઆર પારિવેંધરના એક લેખિત પ્રશ્નનો કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં ઉત્તર આપ્યો હતો.
આ રાજ્યો વચ્ચે છે સીમા વિવાદ
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે હરિયાણા-હિમાચલ પ્રદેશ, લદ્દાખ-હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર-કર્ણાટક, આસામ-અરૂણાચલ પ્રદેશ, આસામ-નાગાલેન્ડ, અસમ- મિઝોરમ વચ્ચે સીમાંકન, સરહદ તથા અન્ય દાવાના કારણે સીમા વિવાદ વધ્યો છે. તે જ પ્રકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ક્ષેત્રીય જળમાં માંછલી પકડવાવાળી નૌકાઓ અને ટ્રોલરોના ગેરકાનુની પ્રવેશના સંબંધમાં વિવાદ છે.