રાજ્યને GSTના વળતર પેટે કેન્દ્ર સરકાર પાસેથી રૂ.7183 કરોડ 61 લાખનું લેણું બાકી


  • Published By :
  • Published Date : 2023-03-27 15:41:21

ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં રાજ્ય સરકારને મળતા જીએસટી વળતરનો મુદ્દો ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડાએ રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર તરફથી જીએસટી વળતર પેટે કેટલી રકમ મળી તે અંગે સવાલ કર્યો હતો. જેનો નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જવાબ આપ્યો હતો.


ડો. સી. જે. ચાવડાએ શું સવાલ કર્યો?


ધારાસભ્ય સી.જે. ચાવડાએ વિધાનસભામાં સવાલ કર્યો કે 31-12-2022ની સ્થિતીએ રાજ્યને જીએસટી વળતર પેટે કેન્દ્ર સરકાર પાસેથી નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22માં કેટલી રકમ લેવાની થાય છે? તે ઉપરાંત તેમણે પેટા સવાલ કર્યો કે તે પૈકી કેટલી રકમ કેન્દ્ર સરકાર તરફથી મળી? વર્તમાન સ્થિતીએ કેટલી રકમ કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને લેવાની બાકી નિકળે છે? તથા આ બાકીની રકમ લેવા માટે રાજ્ય સરકાર શું પ્રયાસો કરી રહી છે?


સરકારને કેટલું GST વળતર મળ્યું?


સી.જે. ચાવડાના સવાલનો જવાબ આપતા રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2020-21માં એ.જી ઓડીટ અન્વયે રૂ.26,993.02 કરોડ જ્યારે વર્ષ 2021-22માં રૂ.20,211.06 કરોડ જેટલી રકમ લેવાની બાકી છે. 


રાજ્ય  સરકારને જીએસટી વળતર તરીકે રૂ.17758.26 કરોડની રકમ મળી નથી તેની સામે લોન પેટે રૂ. 22262.21 કરોડ મળેલ છે. જેની વ્યાજ સહિતની ચૂકવણી કેન્દ્ર સરકાર સેસ ફંડમાંથી કરશે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને રૂ.7183.61 કરોડ જેટલી રકમ લેવાની બાકી નિકળે છે.


રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર તરફથી લેવાની નિકળતી બાકીની રકમ મળે તે માટે ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (કોમ્પેન્સેશન ટુ સ્ટેટસ) એક્ટ, 2017ની કલમ-7 હેઠળ એડિટર જનરલ દ્વારા આવકનું ઓડીટ પ્રમાણપત્ર સમયસર મળે તે માટે સંકલન કરવામાં આવેલ છે. વધુમાં રાજ્યના નાણા વિભાગ દ્વારા કેન્દ્રીય નાણા મંત્રાલય સાથે સંકલન કરવામાં આવેલ છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?