કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને મળનારી રજાને લઈને મોટો નિર્ણય કર્યો છે. મોદી સરકારે અંગદાન કરનારા કર્મચારીઓ માટે આ નિર્ણય લીધો છે. અંગદાન કરતા કર્મચારીઓની મોટી સર્જરીને ધ્યાનમાં રાખીને તેમની રજાઓ હવે 42 દિવસ કરવામાં આવી છે. આ સ્પેશિયલ કેઝ્યુએલ લીવ અંગદાન કરનારા કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે આ શરૂ કરવામાં આવી છે.
30 દિવસથી વધારીને 42 દિવસની રજા
કેન્દ્ર સરકાર આ પહેલા આ કામ માટે 30 દિવસની રજા આપવામાં આવતી હતી. જે વધારીને હવે 42 દિવસની કરવામાં આવી છે. મોદી સરકારના આ નિર્ણયથી અંગદાન કરનારા કર્મચારીઓને લાભ થશે. જો કે સરકારનો આ નિયમ રેલ્વે, ઓલ ઈન્ડિયા સર્વિસીસ કર્મચારીઓને લાગુ પડશે નહીં. જો કે કર્મચારીઓની આ રજા ત્યારે જ મંજુર થશે જ્યારે કોઈ સરકાર માન્ય ડોક્ટર દ્વારા તે અંગે ભલામણ કરવામાં આવી હોય.