કેન્દ્રીય કર્મચારીઓને હોળી પર મળશે ભેટ, સરકાર મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે


  • Published By :
  • Published Date : 2023-02-05 17:38:23

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના માટે સારા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે. સરકારના આ નિર્ણયનો લાભ લગભગ એક કરોડ કેન્દ્રીય કર્મચારીઓને મળશે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 38 ટકા છે, જેને ચાર ટકાથી વધારીને 42 ટકા કરી શકાય છે. આ વધારા માટે એક ફોર્મ્યુલા પર સહમતિ બની છે. અત્રે ઉલ્લેખનિય છે કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની ગણતરી લેબર બ્યુરો દ્વારા દર મહિને કરવામાં આવે છે,  લેબર બ્યુરો પણ શ્રમ મંત્રાલયનો જ એક ભાગ છે.


CPI-IWના આધારે  DAની ગણતરી


કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાની ગણતરી ઔદ્યોગિક કામદારો માટેના ગ્રાહક ભાવ સૂચકાંક (CPI-IW)ના આધારે કરવામાં આવે છે. ડિસેમ્બર 2022 માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 31 જાન્યુઆરી 2023ના રોજ બહાર પાડવામાં આવ્યો છે. આ ઇન્ડેક્સ મુજબ મોંઘવારી ભથ્થામાં વધારો 4.23 ટકા થાય છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થઈ શકે છે. આ જ પ્રક્રિયા અંતર્ગત નાણા મંત્રાલયનો ખર્ચ વિભાગ DAમાં વધારાનો પ્રસ્તાવ તૈયાર કરશે, જેમાં આવક પર તેની અસર વિશે પણ જણાવવામાં આવશે. બાદમાં આ પ્રસ્તાવ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મૂકવામાં આવશે, જ્યાંથી DAમાં 4 ટકાનો વધારો તેની મંજૂરી બાદ અમલમાં આવશે. આ વધારો 1 જાન્યુઆરી, 2023થી લાગુ થઈ શકે છે.


આ પૂર્વે 2022માં થયો હતો DAમાં વધારો


આ પહેલા 28 સપ્ટેમ્બર 2022ના રોજ કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો. મોંઘવારી ભથ્થાની વર્ષમાં બે વાર સમીક્ષા કરવામાં આવે છે. આ સમીક્ષા જાન્યુઆરી અને જુલાઈમાં થાય છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.