ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ પર સૌ કોઈની નજર છે. હિમાચલ પ્રદેશની તારીખ જાહેર કરી દેવામાં આવી છે જ્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે તારીખ જાહેર નથી કરી. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે, તે પહેલા રાજકીય પાર્ટી સામ, દામ,દંડ અને ભેદનો ઉપયોગ કરી પ્રચાર કરી રહી છે. ગુજરાતમાં માહોલ જાણવા ચૂંટણી પંચ ગુજરાતની મુલાકાતે આવી હતી. ત્યારે આવતી કાલથી ફરી એક વખત ચૂંટણી પંચ ગુજરાતમાં ધામા નાખવાની છે. અધિકારીઓની મુલાકાત બાદ ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી સંભાવના દેખાઈ રહી છે.
ચૂંટણી પંચ અધિકારીઓના વધ્યા આંટાફેરા
કેન્દ્રીય ચૂંટણી પંચ 16 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક જગ્યાઓ પર સમીક્ષા બેઠક યોજવાના છે. ઉપરાંત ચૂંટણી વ્યવસ્થા અંગેની સમીક્ષા પણ કરવાના છે. ચૂંટણી પંચના અધિકારીઓ મતદાર યાદીથી લઈને ચૂંટણીને લક્ષી તમામ નાની નાની બાબતોનો રિપોર્ટ તૈયાર કરશે. જે બાદ તેઓ દિલ્હી જવા રવાના થશે. તેમના પ્રવાસ બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. દિવાળીની આસપાસ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે.