ફરી એક વખત કોરોનાએ માથુ ઉંચક્યું છે. ભારતના અનેક રાજ્યોમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. કોરોના સંક્રમણને કારણે લોકો એકાએક વેક્સિન લેવા પ્રોત્સાહિત થયા છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા જેમાં વેક્સિનના ડોઝ બગડવાની વાત કરવામાં આવી હતી. આ મુદ્દે ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું છે કે ગુજરાતમાં રસીના એક પણ ડોઝ બગડ્યા નથી.
કોરોના વેક્સિનની માગ એકાએક વધી
વિશ્વભરમાં કોરોના મહામારીને કારણે હાહાકાર વ્યાપી ઉઠ્યો છે. અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અનેક લોકોના મોત પણ થયા છે. ભારતમાં પણ વધતા કોરોના સંક્રમણને લઈ સરકાર એલર્ટ થઈ ગઈ છે. લોકો વેક્સિન લગાવા પર વધારે ધ્યાન આપી રહ્યા છે. કોરોનાની માગમાં એકાએક વધારો થયો છે. ત્યારે ગુજરાતમાં કોરોના ન ફેલાય તે માટે લોકો વેક્સિન લેવા પડાપડી રહ્યા છે. વધતી માગને જોતા વેક્સિનનો ડોઝ મંગાવવામાં આવ્યો છે.
પૂરતો સ્ટોક રાખવા તંત્રની તૈયારી
કોરોના કેસ વધતા વેક્સિન લગાડવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. એકાએક લોકો વેક્સિન લેવા માટે લોકો બહાર આવી રહ્યા છે. વેક્સિનનો પૂરતો જથ્થો રાખવા સરકાર પ્રયત્ન કરી રહી છે. ગુજરાત સરકારે વેક્સિનનો સ્ટોક પણ મંગાવ્યો છે.
વેક્સિનનો એક પણ ડોઝ બગડ્યો નથી - ઋષિકેશ પટેલ
કોરોનાની વધતી માગ વચ્ચે એક સમાચાર આવ્યા હતા જે અનુસાર વેક્સિનનો જથ્થો મોટા પ્રમાણમાં બગડી ગયો હતો. આ વાત પર સ્પષ્ટતા કરતા આરોગ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતમાં એક પણ રસીનો ડોઝ નથી બગડ્યો. સીરમ ઈન્સ્ટિટ્યુટ તરફથી જે ડોઝ મળ્યા હતા તેનો ઉપયોગ પૂર્ણ રીતે કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે ડોઝ પૂર્ણ ન થાય તો તેનો ઉપયોગ થતો નથી. કેન્દ્રની ગાઈડલાઈન્સ પ્રમાણે ડોઝ પૂર્ણ ન થાય તો વેક્સિનનો જથ્થો બગડ્યો ન કહેવાય.