પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ: મોદી સરકારનો મોટો નિર્ણય, 22 જાન્યુઆરીએ કેન્દ્રીય કચેરીઓ અડધો દિવસ બંધ રહેશે


  • Published By :
  • Published Date : 2024-01-18 16:31:53

અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીએ યોજાનારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે સમગ્ર દેશમાં અડધા દિવસની રજા રહેશે. દેશભરની સરકારી કચેરીઓ અને શાળા-કોલેજોમાં સવારથી બપોરે 2.30 વાગ્યા સુધી અડધા દિવસની રજા રહેશે. કેન્દ્ર સરકારે આ હેતુ માટે અડધા દિવસની રજા જાહેર કરી છે, જેથી લોકો રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જાહેરાત કરી કે અયોધ્યામાં 'રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા'ને ધ્યાનમાં રાખીને 22 જાન્યુઆરીએ તમામ કેન્દ્ર સરકારની કચેરીઓ અડધા દિવસ માટે બંધ રહેશે.


PM મોદીએ તમામ મંત્રીઓને આપી આ સુચના


PM મોદીએ રામ મંદિરને લઈને તમામ મંત્રીઓ પાસેથી ફીડબેક લીધા હતા. મંત્રીઓને 22 જાન્યુઆરીએ તેમના ઘરોમાં દીવા પ્રગટાવવા અને ગરીબોને ભોજન આપવાનું કહેવામાં આવ્યું છે. મંત્રીઓને દિવાળીની જેમ ઉજવણી કરવાનું કહેવામાં આવ્યું છે. તે ઉપરાંત પીએમ મોદીએ મંત્રીઓને 22 જાન્યુઆરી પછી તેમના સંબંધિત સંસદીય ક્ષેત્રના લોકોને ટ્રેનમાં અયોધ્યા મોકલવા કહ્યું છે. તેની સંપૂર્ણ વ્યવસ્થા કરવા અને તમે તેમની સાથે ટ્રેનમાં અયોધ્યા જવા માટે કહેવામાં આવ્યું છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે આ બધું સાદગી સાથે કરવાનું છે અને સૌહાર્દ અને સંવાદિતા જાળવી રાખવી રાખવામાં આવે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...