પહેલવાનોના મુદ્દા પર ચર્ચા કરવા કેન્દ્ર તૈયાર! અનુરાગ ઠાકુરે વાતચીત કરવા પહેલવાનોને આપ્યું આમંત્રણ, જાણો અપડેટ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-07 10:12:01

ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે છેલ્લા ઘણા સમયથી પહેલવાનો પ્રદર્શન કરી રહ્યા છે. બ્રિજભૂષણ પર યૌન શોષણના આરોપ મહિલા પહેલવાનો દ્વારા લગાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કેસ દાખલ થયો. ત્યારે ગઈકાલે બ્રિજભૂષણ સિંહની પૂછપરછ કરવામાં આવી હતી. આ બધા વચ્ચે કેન્દ્રએ વાતચીત માટે હાથ લંબાવ્યો છે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે મોડી રાત્રે ટ્વિટ કરી જણાવ્યું કે સરકાર પહેલવાનોના સાથે વાતચીત કરવા તૈયાર છે. હું ફરી એક વાર વાતચીત કરવા પહેલવાનોને આમંત્રણ આપું છું. ત્યારે મળતી માહિતી અનુસાર પહેલવાનો મીટિંગ કરવા તૈયાર થયા છે. 


કુસ્તીબાજોએ અમિત શાહ સાથે કરી હતી બેઠક!

ઘણા સમયથી પહેલવાનો બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે. પોલીસે ભાજપના સાંસદ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેસ દાખલ કર્યો હતો પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈ કુસ્તીબાજોમાં નારાજગી જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા અમિત શાહ સાથે કુસ્તીબાજોએ મુલાકાત કરી પોતાની વાત રજૂ કરી હતી. મળતી માહિતી અનુસાર અમિત શાહે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ સમાચાર પણ ઘણા કલાકો વિતી ગયા ત્યાર બાદ સામે આવ્યા હતા. 


પહેલવાનોએ આંદોલનમાં પીછેહઠ કરી તેની ઉડી હતી અફવા! 

અમિત શાહ સાથે થયેલી મુલાકાતના સમાચાર સામે આવ્યા બાદ એવા સમાચારોએ જોર પકડ્યું કે સાક્ષી મલિક, બજરંગ પુનિયા સહિતના પહેલવાનોએ આંદોલન છોડી દીધું છે. પરંતુ તે વાતને ખુદ પહેલવાનોએ અફવા ગણાવી. એ વાત સાચી છે કે તેમણે નોકરી ફરી જોઈન કરી લીધી હતી. પરંતુ આંદોલન પાછું ખેચવાની વાત ખોટી હતી. તે બાદ કુસ્તીબાજોએ નોકરી છોડવાની ધમકી આપી હતી. 


અનુરાગ ઠાકુરે વાતચીત કરવા પહેલવાનોને આપ્યું આમંત્રણ!

આ મામલે કેન્દ્રીય નેતાઓએ તેમજ વડાપ્રધાન મોદીએ મૌન સેવ્યું છે. આ વાતને લઈ વિપક્ષ દ્વારા અનેક વખત પ્રહાર કરવામાં આવ્યા હતા. ત્યારે કેન્દ્રીય ખેલમંત્રી અનુરાગ ઠાકુરે વાતચીત કરવા પહેલવાનોને આમંત્રણ આપ્યું છે. અનુરાગ ઠાકુરે ટ્વિટ કર્યું, "સરકાર કુસ્તીબાજો સાથે તેમના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. મેં આ માટે ફરી એકવાર કુસ્તીબાજોને આમંત્રણ આપ્યું છે." આ પહેલા પણ અનુરાગ ઠાકુર વિરોધ કરી રહેલા પહેલવાનો સાથે બેઠક કરી ચૂક્યા છે. હવે જોવું એ રહ્યું કે આ બેઠકમાં શું થાય છે? શું કુસ્તીબાજો જે આંદોલન કરી રહ્યા છે તે ખતમ કરી દેશે કે પછી જ્યાં સુધી બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આંદોલન શરૂ રાખે છે?          



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?