દેશમાં વસ્તી ગણતરી ક્યારે યોજાશે, કેન્દ્ર સરકાર શા માટે ટાળી રહી છે?


  • Published By :
  • Published Date : 2023-01-09 15:25:09

દેશભરમાં વસ્તી ગણતરી ક્યારે શરૂ થશે? મોદી સરકાર સામે સતત આ સવાલ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર કોરોનાનું બહાનુ ધરીને કે બીજા અન્ય કારણો આપીને દેશમાં વસ્તી ગણતરી કરાવવાનું ટાળી રહી છે. વિરોધ પક્ષો ખાસ કરીને સ્થાનિક પાર્ટીઓ બસપા, આરજેડી, સપા અને જેડીયું મોદી સરકાર પર જાતિ આધારીક મતગણતરી કરાવવાનું  દબાણ કરી રહી છે. જો કે મોદી સરકાર ટસની મસ થતી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી.


શા માટે વસ્તી ગણતરી ટાળવામાં આવે છે?


કેન્દ્ર સરકાર વસ્તી ગણતરીની તારીખો આગળ વધારી રહી છે. પહેલા 31 ડિસેમ્બર 2019 પછી 31 માર્ચ 2021, 31 ડિસેમ્બર 2021, 31 ડિસેમ્બર 2022 અને હવે 30 જુન 2023ની તારીખ જાહેર કરવામાં આવી છે. જો કે નિષ્ણાતો આ તારીખને પણ છેલ્લી માનતા નથી. કેટલાક વસ્તી નિષ્ણાતોના માને છે કે વસ્તી ગણતરી ટાળવાનું એક કારણ OBC વર્ગનું વધવાનું છે. વર્તમાનમાં માત્ર અનુસુચીત જાતિ(SC) અને જનજાતિની(ST) વર્ગની સંખ્યાની જ વસ્તી ગણતરી થાય છે. હવે અનેક રાજ્યો જાતિ આધારીત વસ્તી ગણતરી કરવાની માગ કરી રહ્યા છે. ખાસ કરીને OBC વર્ગની વસ્તી ગણતરી કેન્દ્ર સરકાર માટે માથાનો દુ:ખાવો બની છે. કેન્દ્ર સરકાર આ ઝંઝટમાં પડવા માંગતી નથી તેથી વસ્તી ગણતરીની કવાયત ટાળી રહી છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?