સમગ્ર દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, સહિતના નેતાઓએ ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી હતી. કર્તવ્ય પથ પર અનેક રાજ્યોની ઝાંખી તેમજ સંસ્કૃતિ બતાવામાં આવી હતી. પરેડને લઈને લોકો ઉત્સાહિત હતા. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 17 ઝાંખીઓ બતાવવામાં આવી હતી.
અનેક રાજ્યોની બતાવામાં આવી ઝાંખી
17 ઝાંખીઓમાં આસામ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર,લદ્દાખ, દાદરાનગર હવેલી, દમણ અને દીવ, ગુજરાત, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને કેરળનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત વિવિધ વિભાગોની ઝાંખી પણ બતાવામાં આવી હતી. અનેક કર્તવ્ય પથ પર અનેક રાજ્યોની ઝાંખી બતાવામાં આવે છે.
કચ્છ સંસ્કૃતિની અપાઈ ઝલક
ગુજરાતની ઝાંખી પણ બતાવામાં આવી હતી. ક્લિન ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાત વિષય પર આધારીત ટેબ્લો રજૂ કરવામાં આવી અને ઉર્જા ક્ષેત્રમાં આગળ વધવામાં આવે તેવો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. કચ્છ-મોઢેરાની સાંસ્કૃતિક ઝલક અને સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવામાં આવે તેવો હેતુ બતાવામાં આવ્યો હતો.
ગીતાજી પર આધારીત હતી હરિયાણાની ઝાંખી
જો બીજા રાજ્યોના ઝાંખીની વાત કરીએ તો હરિયાણાની ઝાંખી ગીતા પર આધારીત હતી. ઝાંકીમાં ભગવાનકૃષ્ણનું વિરાટ સ્વરૂપ બતાવામાં આવ્યું છે. કુરુક્ષેત્રમાં અર્જુનને સંદેશો આપતા હોય તેવું બતાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. રક્ષા મંત્રાલય અનુસાર ઝાંખીમાં મહાભારત કાળને દર્શાવામાં આવ્યો હતો.
નારી શક્તિ બતાવવાનો કર્યો પ્રયાસ
પશ્ચિમબંગાળની ઝાંખીમાં દુર્ગાપૂજાનું થીમ જોવા મળ્યું હતું. પંડાલ આગળ કલાકારો ઝૂમતા દેખાયા હતા. દુર્ગાપૂજાના મનોહર દ્રશ્યો કર્તવ્ય પથ પર બતાવાની કોશિશ કરવામાં આવી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર આ ઝાંખીમાં મહિલાશક્તિકરણ દર્શાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પશ્મિબંગાળની દુર્ગાપૂજાનો સમાવેશ યુનેસ્કોની ઈંટેન્જિબલ કલચરલ હેરિટેજ લિસ્ટમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જમ્મુ-કાશ્મીરની ઝાંખીમાં જોવા મળી અમરનાથની ગુફા
જમ્મુ-કાશ્મીરની ઝાંખી અમરનાથ યાત્રાની થીમ પર આધારીત હતી. રાજ્યની સમૃદ્ધિ દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત કર્ણાટકની ઝાંખીમાં પણ નારી શક્તિ દર્શાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સમાજની સેવા માટે જીવન સમર્પિત કરનાર મહિલાઓની ઝાંકી બતાવવામાં આવી હતી.