31 ઓક્ટોબર એટલે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી... ભારતને એક કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલે સિંહ ફાળો આપ્યો હતો. 550થી વધુ રજવાડાઓને તેમણે સમજાવ્યા હતા અને તે બાદ રજવાડાઓએ પોતાનું સામ્રાજ્ય આપ્યું હતું. પીએમ મોદીએ જ્યારથી સત્તા સંભાળી તે બાદ આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડનું આયોજન થાય છે. પરેડમાં પીએમ મોદી ઉપસ્થિત છે. વડાપ્રધાને સરદાર વલ્લભભાઈ પટેલને નમન કર્યા અને પુષ્પાંજલિ અર્પણ કરી છે. દેશના વિવિધ રાજ્યોમાં રન ફોર યુનિટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ દેશવાસીઓને સંબંધિત પણ કર્યા હતા.
દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ભારતના શિલ્પી ગણતા સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જયંતી છે. દેશના વિવિધ રાજ્યોમાં આ દિવસની ઉજવણી કરાય છે પરંતુ ગુજરાતમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આવેલી છે. એસઓયુ ખાતે આ એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી પણ આ એકતા પરેડમાં ઉપસ્થિત છે. પીએમ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા, તેમના ચરણોમાં નમન કર્યા હતા અને પુષ્પાંજલિ અર્પિત કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાના શપથ પણ લેવડાયા હતા.
હેરિટેજ ટ્રેનની પીએમ મોદી કરાવશે શરૂઆત
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત કરાયેલી પરેડમાં અર્ધ લશ્કરી દળો તેમજ પાંચ રાજ્યોની પોલીસ જોડાઈ હતી.પીએમ મોદી સમક્ષ તેમણે પરેડ કરી હતી. પીએમ મોદીના હસ્તે વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. કમલમ પાર્કને તેઓ લોકો માટે ખુલ્લો મુકશે. તે ઉપરાંત પીએમના હસ્તે હેરિટેજ ટ્રેનની પણ શરૂઆત કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર આ ટ્રેન અમદાવાદથી દર રવિવારે સાંજે 6.00 વાગ્યાની આસપાસ ઉપડશે અને 10 વાગ્યાની આસાપસ કેવડિયા પહોંચાડશે. આ ટ્રેનમાં 140થી વધુ મુસાફરો પ્રવાસ કરી શક્શે. આ ટ્રેનને હેરિટેજ લુક આપવામાં આવ્યો છે. તે ઉપરાંત એકતાનગર ખાતેથી તેઓ 196 કરોડ રુપિયાના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત તેમજ ઉદ્ધાટન કરવાના છે.
#WATCH | On the National Unity Day parade in Gujarat's Ekta Nagar, PM Modi says "India has removed the slavery symbol from its naval flag. Unnecessary laws made during the era of slavery are also being removed. The Bharatiya Nyaya Sanhita (BNS) has replaced IPC. Where once there… pic.twitter.com/2WEawA48Mk
— ANI (@ANI) October 31, 2023