વિધાનસભાની ચૂંટણીની તારીખમાં વિલંબ થવા અંગે CECએ કર્યો ખુલાસો, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2022-11-03 19:17:36

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો વિલંબથી જાહેર ન થઈ રહી હોવાથી વિપક્ષોએ ચૂંટણી પંચ પર ઘણા માછલા ધોયા હતા. સામાન્ય રીતે એવું માનવામાં આવતું હતું કે દિવાળી પછી તરત જ ચૂંટણી  જાહેર થઈ જશે પણ  તેવું  થયું ન હતું. જો કે આજે મુખ્ય ચૂંટણી કમિશ્નરે વિપક્ષોની નારાજગીનો જવાબ આપ્યો હતો.


શું કહ્યું ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે?


મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરી હતી. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત મોડી કરાઈ હોવાનો વિપક્ષ સતત આક્ષેપ કરી રહ્યું છે. ત્યારે મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે  વિપક્ષના આક્ષેપોને ફગાવતા જણાવ્યું હતું કે, "તાજેતરમાં ગુજરાતમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની હતી. મોરબી બ્રિજ દુર્ઘટનાને કારણે તારીખોની જાહેરાતમાં વિલંબ થયો છે. ગઈકાલે રાજ્યમાં રાજ્યમાં શોક પણ હતો."


વળી ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી મોડી નહીં પરંતુ વહેલી જાહેર કરાઈ છે. વર્તમાન ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023ના રોજ પૂર્ણ થાય છે. સાથે જ કહ્યું કે ચૂંટણી જાહેર કરતા પહેલા અનેક પરિબળોને ધ્યાનમાં લેવાના હોય છે. ખાસ કરીને હવામાન, વિધાનસભાની મુદ્દત ક્યારે પૂર્ણ થાય છે સહિતના મુદ્દા ધ્યાને રખાતા હોય છે.


PM મોદીની ગુજરાત પ્રવાસના કારણે ચૂંટણીમાં વિલંબનો આરોપ


PM મોદીની ગુજરાત મુલાકાતને કારણે ચૂંટણી પંચ મતદાનની તારીખોની જાહેરાતમાં વિલંબ કરી રહ્યું હોવાના આક્ષેપો થયા હતા. હવે આ અંગે ચૂંટણી પંચે ખુલાસો કર્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિપક્ષના નેતાઓએ ચૂંટણી પંચ પર સરકારના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?