CBSEની પરીક્ષાની કાગડોળે રાહ જોઈ રહેલા પરીક્ષાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સેન્ટ્રલ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE)એ ધોરણ 10 અને 12માંની વર્ષ 2023માં લેવાનારીની પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. CBSE બોર્ડ દ્વારા ગુરુવાર, 29 ડિસેમ્બર 2022 ના રોજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વર્ગોની વાર્ષિક પરીક્ષાઓ માટે CBSE ટાઈમ ટેબલ 2023 જાહેર કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર CBSE 10મી તારીખ પત્રક 2023 PDF અને CBSE 12મી તારીખ પત્રક 2023 PDF ડાઉનલોડ કરવા માટેની લિંકને પણ એક્ટિવ કરી છે. આ સ્થિતિમાં, CBSE બોર્ડ સાથે સંલગ્ન સ્કૂલોમાં વર્ષ 2022-23 દરમિયાન વાર્ષિક પરીક્ષાઓ માટે નોંધાયેલા અને ફોર્મ ભરેલા વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરેલા વિદ્યાર્થીઓ તેમના સંબંધિત વર્ગો માટે CBSE ટાઈમ-ટેબલ 2023 PDF બોર્ડની વેબસાઇટ પર એક્ટિવ લિંક કે નીચે આપવામાં આવેલી ડાયરેક્ટ લિંક ડાઉનલોડ કરી શકે છે.
CBSE Class 10 & 12 exams to start from February 15, 2023 pic.twitter.com/KuFmdVfnHi
— ANI (@ANI) December 29, 2022
CBSE ધોરણ 10 અને 12માની પરીક્ષા
CBSE Class 10 & 12 exams to start from February 15, 2023 pic.twitter.com/KuFmdVfnHi
— ANI (@ANI) December 29, 2022CBSE બોર્ડ પરીક્ષા 2023 મુજબ, માધ્યમિક (વર્ગ 10) વાર્ષિક પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 21 માર્ચ, 2023 સુધી ચાલશે. પેઈન્ટિંગ, રાય, ગુરુંગ, તમંગ, શેરપા અને થાઈના પેપર પ્રથમ દિવસે લેવાશે અને સોથી છેલ્લે 21 માર્ચે ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકની પરીક્ષા લેવામાં આવશે. તેવી જ રીતે, ઉચ્ચતર માધ્યમિક (ધોરણ 12) વાર્ષિક પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 5 એપ્રિલ સુધી ચાલશે. પ્રથમ દિવસે આંત્રપ્રિન્યોરશીપનું પેપર હશે અને છેલ્લા દિવસે સાયકોલોજીનું પેપર લેવામાં આવશે.
CBSE પરીક્ષા 2023નું એડમિટ કાર્ડ પણ જલ્દી
CBSE 12માની પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાન્યુઆરીમાં જારી કરી શકાય છે. જોકે, આ અંગે બોર્ડ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ CBSE 12મી પરીક્ષા 2023 સંબંધિત લેટેસ્ટ અપડેટ્સ માટે બોર્ડની સત્તાવાર વેબસાઇટ ચેક કરતા રહે. કોઈપણ અન્ય નકલી વેબસાઇટ પર વિશ્વાસ કરશો નહીં.