થોડા સમય પહેલા ધોરણ 12 ગુજરાત બોર્ડનું પરિણામ આવ્યું હતું. ત્યારે આજે CBSE બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે કુલ 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાંથી 90.68 ટકા પાસ કરનાર વિદ્યાર્થીઓમાં છોકરીઓ છે જ્યારે 84.67 ટકા છોકરાઓ છે. cbse.gov.in પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
ધોરણ 12નું પરિણામ થયું જાહેર!
શુક્રવાર એટલે કે આજે સીબીએસસી બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં છોકરાઓ કરતા છોકરીઓએ સારૂ પ્રદર્શન કર્યું છે. કુલ 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાંથી 90.68 ટકા વિદ્યાર્થીની છે જ્યારે 84.67 ટકા વિદ્યાર્થીઓ છે. આ વર્ષે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું નથી. વિદ્યાર્થીઓ મોબાઈલ એપ ઉમંગ પર, ડિજીલોકર અને બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર પરિણામ જોઈ શકે છે.
મોબાઈલ પર પણ મેળવી શકાશે પરિણામ!
SMS દ્વારા વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ SMS દ્વારા CBSE બોર્ડના ધોરણ 10માનું પરિણામ પણ જોઈ શકશે. પરિણામ મેળવવા વિદ્યાર્થીઓએ તેમના મોબાઈલ ફોનમાંથી માત્ર એક જ એસએમએસ કરવાનો રહેશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ તેમના પરિણામો તપાસવા માટે બોર્ડ દ્વારા આપવામાં આવેલા નંબર 7738299899 પર CBSE10(space)Roll_Number લખીને SMS મોકલી શકે છે. આ મેસેજ મોકલતાની સાથે જ મોબાઈલમાં પરિણામ આવી જશે.