જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને ત્યાં સીબીઆઈએ રેડ પાડી છે. પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘર સહિત 30 અન્ય જગ્યાઓ પર સીબીઆઈએ રેડ ગુરૂવારના દિવસે પાડી છે. કિરૂ હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના મામલામાં આ રેડ પાડી છે તેવી માહિતી સામે આવી છે. સીબીઆઈએ ગુરૂવાર સવારે જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના દિલ્હી સ્થિત ઘરમાં તેમજ ઓફિસોમાં દરોડા પાડ્યા છે. ત્યાં તપાસ હાથ ધરી છે. જમ્મુ-કાશ્મીરમાં કિરુ હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલા 2200 કરોડ રૂપિયાના કથિત ભ્રષ્ટાચારના કેસમાં સત્યપાલ મલિકને ત્યાં તપાસ થઈ રહી છે.
30 જગ્યાઓ પર સીબીઆઈએ કરી રેડ!
થોડા સમય પહેલા જ જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો મળ્યો તેની પહેલા તે કેન્દ્ર શાસિત પ્રદેશ હતું. સત્યપાલ મલિક 23 ઓગસ્ટ 2018થી 30 ઓક્ટોબર 2019 સુધી જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ હતા. પૂર્વ રાજ્યપાલ પર ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને તેને લઈ આ તપાસ કરવામાં આવી રહી છે. એવા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે બે યોજનાની ફાઈલને મંજૂરી આપવા માટે પૈસા માગ્યા હતા. આ મામલે પહેલા પણ સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારે આજે 30 જેટલા ઠેકાણા પર સીબીઆઈએ તપાસ હાથ ધરી છે.