રાબડી દેવીના ઘરે સીબીઆઈના દરોડા, આ મામલે કરવામાં આવી કાર્યવાહી!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-06 12:52:48

બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના ઘરે સીબીઆઈએ દરોડા પાડ્યા છે. પટના ખાતે સ્થિત તેમના ઘર પર સીબીઆઈની ટીમ પહોંચી હતી. મળતી માહિતી અનુસાર ટીમ રાબડી દેવીના ઘરે જ છે જ્યારે ડે.સીએમ તેજસ્વી વિધાનસભાની કાર્યવાહી માટે નીકળી ગયા છે. મળતી માહિતી અનુસાર આ કાર્યવાહી આઈઆરસીટીસી કૌભાંડ એટલે કે જમીનના બદલામાં રેલવે નોકરી આપવાના મામલામાં કરવામાં આવી છે.  

શું હતો સમગ્ર મામલો?  

આ સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો આ મામલો લગભગ 14 વર્ષ જૂનો છે. આ કૌભાંડ તે સમયનું છે જ્યારે લાલુ યાદવ રેલવે મંત્રી હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે લાલુ યાદવે રેલવે મંત્રી હતા ત્યારે રેલવેમાં નોકરી આપવાના બદલામાં લોકો પાસેથી જમીન લીધી છે. સીબીઆઈનું કહેવું છે કે લાલુ યાદવના પરિવારે પટનામાં 1.05 લાખ ચોરસ ફૂટ જમીન પર કથિત રીતે અતિક્રમણ કર્યું છે. આ જમીનોનો સોદો રોકડામાં થયો હતો. સીબીઆઈના જણાવ્યા અનુસાર આ જમીનો ખૂબ જ ઓછી કિંમતે વેચવામાં આવી હતી. 

થોડા વર્ષો પહેલા પણ સીબીઆઈએ કરી હતી કાર્યવાહી  

તપાસમાં સીબીઆઈએ શોધી કાઢ્યું હતું કે ઝોનલ રેલ્વે અવેજીમાં ભરતી માટે કોઈ જાહેરાત આપવામાં આવી ન હતી. પરંતુ જે પરિવારને જમીન આપી હતી તેમના સભ્યોને મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુરમાં રેલવે એપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી. પરિવાર પર જમીનના બદલે સાત જેટલા ઉમેદવારોને નોકરી આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર રાબડી દેવીના ઘરે તપાસ કરવા 12 અધિકારીઓ પહોંચ્યા છે. લેંડ ફોર જોબ સ્કેમમાં સીબીઆઈની ચાર્જસીટના આધારે કોર્ટે સમન્સ પણ બહાર પાડી દીધું છે. ચાર્જસીટમાં લાલુ પ્રસાદ, રાબડી દેવી સિવાય બીજા 14 લોકોના નામ લખવામાં આવ્યા છે. કોર્ટે લાલુ પ્રસાદ અને રાબડી દેવીને 15 માર્ચે કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો છે.  વર્ષ 2022માં સીબીઆઈ દ્વારા લાલુ યાદવ, રાબડી દેવી સહિત તેમના પરિવારજનો તેમજ તેમના નજીક ગણાતા લોકોના ઘરે રેડ કરવામાં આવી હતી.     



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..