CBIએ મનીષ સિસોદિયા પર સકંજો કસ્યો, લિકર પોલીસી કેસમાં તેમની સામે ચાર્જશીટ દાખલ


  • Published By :
  • Published Date : 2023-04-25 18:05:23

CBIએ દિલ્હી લિકર પોલીસી કેસમાં મંગળવારે (25 એપ્રિલ) રાઉઝ એવન્યુ કોર્ટમાં સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, બૂચ્ચી બાબુ, અર્જુન પાંડે અને અમનદીપ ઢલને આરોપી બનાવવામાં આવ્યા છે. અગાઉ સિસોદિયાનું નામ કોઈ ચાર્જશીટમાં નહોતું. કોર્ટે ચાર્જશીટના મુદ્દાઓ પર દલીલો માટે 12 મેની તારીખ નક્કી કરી છે.


સિસોદિયા ભ્રષ્ટાચારના માસ્ટર માઈન્ડ-ED


CBIએ દિલ્હી લિકર પોલીસીમાં થયેલી કથિત ગેરરીતીઓની તપાસ કરી રહી છે. આ મામલે, કેન્દ્રીય તપાસ એજન્સીએ 26 ફેબ્રુઆરીએ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ સિસોદિયાની ધરપકડ કરી હતી. એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પણ ED સિસોદિયાની પૂછપરછ કરી રહી છે, અને દાવો કર્યો છે કે સિસોદિયા એક્સાઇઝ પોલિસીમાં થયેલા ભ્રષ્ટાચારના માસ્ટર માઈન્ડ છે. પોલીસે આરોપીઓ સામે IPCની કલમ 120B, 201 અને 420 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7, 7A, 8 અને 13 હેઠળ પણ કેસ નોંધ્યો છે.


મનીષ સિસોદિયાની પત્ની હોસ્પિટલમાં દાખલ


આ દરમિયાન, મનીષ સિસોદિયાની પત્નીને મંગળવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તે ઓટોઇમ્યુન ડિસઓર્ડરથી પીડિત છે. મનીષ સિસોદિયાની ધરપકડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સિસોદિયાના ઘરે તેમની પત્નીને મળ્યા હતા અને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. કેજરીવાલે કહ્યું હતું કે સીમા સિસોદિયા ખૂબ જ ગંભીર બીમારીથી પીડિત છે. મનીષ સિસોદિયાનો પુત્ર અભ્યાસ માટે વિદેશમાં છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.