કેસ ફોર ક્વેરી કેસમાં મહુઆ મોઈત્રાની મુસીબત વધી રહી છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ દાવો કર્યો છે કે મહુઆ મોઈત્રા સામે સીબીઆઈએ તપાસનો આદેશ આપ્યો છે. નિશિકાંત દુબેએ ટ્વીટ કર્યું કે લોકસભાએ આજે મારી ફરિયાદ પર રાષ્ટ્રિય સુરક્ષાને ગીરો મુકીને ભ્રષ્ટાચાર આચરનારા ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા પર સીબીઆઈ તપાસનો હુકમ આપ્યો છે.
लोकपाल ने आज मेरे कम्प्लेन पर आरोपी सांसद महुआ जी के राष्ट्रीय सुरक्षा को गिरवी रखकर भ्रष्टाचार करने पर CBI inquiry का आदेश दिया
— Dr Nishikant Dubey (@nishikant_dubey) November 8, 2023
મહુઆ મોઈત્રા પર શું છે આરોપ?
लोकपाल ने आज मेरे कम्प्लेन पर आरोपी सांसद महुआ जी के राष्ट्रीय सुरक्षा को गिरवी रखकर भ्रष्टाचार करने पर CBI inquiry का आदेश दिया
— Dr Nishikant Dubey (@nishikant_dubey) November 8, 2023ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો હતો કે મહુઆ મોઈત્રાએ સંસદીય આડીનો તેમનો લોગ-ઈન પાસવર્ડ શેર કર્યો હતો. નિશિકાંત દુબેએ દાવો કર્યો હતો કે મહુઆ મોઈત્રાએ બિશનેસમેન દર્શન હીરાનંદાનીને લોકસભા વેબસાઈટનું લોગિન એક્સેસ આપ્યું હતું. આ બાબતની ફરિયાદ નિશિકાંત દુબેએ આઈટી મંત્રીને કરી હતી. જો કે મહુઆ મોઈત્રાએ આ તમામ આરોપોને ફગાવી દીધા હતા. અંતે આ સમગ્ર મામલો એથિક્સ કમિટી પાસે પહોંચ્યો હતો, જેના પર સુનાવણી થઈ હતી. ઉલ્લેખનિય છે કે મહુઆ મોઈત્રા સંસદ અને સંસદની બહાર પણ જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા છે.