આઝાદ ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું બેન્ક કૌંભાંડ આચરી ફરાર થયેલા એબીજી શિપયાર્ડના ચેરમેનની ધરપકડ કરાઈ છે. સીબીઆઈએ મોટી કાર્યવાહી કરતા ગુજરાત સ્થિત શિપિંગ કંપની એબીજી શિપયાર્ડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ અગ્રવાલની ધરપકડ કરી છે. હાલમાં સીબીઆઈ 22,842 હજાર કરોડ બેન્ક ફ્રોડની તપાસ કરી રહી છે. આ પહેલા સીબીઆઈએ આ કેસમાં ઋષિ અગ્રવાલ સામે લુકઆઉટ નોટિસ જારી કરી ચૂકી છે.
CBI arrests Rishi Kamlesh Agrawal, Chairman and Managing Director of Surat-based ABG Shipyard on charges of duping a consortium of 28 banks of Rs 22,842 crores of bank fraud: CBI Sources
(File photo) pic.twitter.com/1iJ839L3zb
— ANI (@ANI) September 21, 2022
28 બેન્કો સાથે 22,842 કરોડની છેતરપિંડી
CBI arrests Rishi Kamlesh Agrawal, Chairman and Managing Director of Surat-based ABG Shipyard on charges of duping a consortium of 28 banks of Rs 22,842 crores of bank fraud: CBI Sources
(File photo) pic.twitter.com/1iJ839L3zb
સીબીઆઈ સૂત્રોએ કહ્યું કે એબીજી શિપયાર્ડના ઋષિ અગ્રવાલે 28 બેન્કો સાથે 22,842 કરોડની ઠગાઈ કરી છે. એબીજી શિપયાર્ડે 2012થી 2017 વચ્ચે 28 બેન્કોના જૂથને 22,842 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. આ સમાચાર બહાર આવતા દેશના આર્થિક ક્ષેત્રે હડકંપ મચી ગયો હતો. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. દેશની તમામ મોટી બેંકો જેવી કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ), આઇડીબીઆઇ અને આઇસીઆઇસીઆઇને આ કૌંભાડથી મોટો આર્થિક ફટકો પડ્યો છે.
બનાવટી પ્રોજેક્ટ હેઠળ મેળવી હતી લોન
એબીજી શિપયાર્ડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ અગ્રવાલ અને બીજા આરોપીઓએ 2012થી 2017ની વચ્ચે 28 બેન્કોમાંથી 22,842 કરોડની ક્રેડિટ સુવિધા મેળવી હતી, જો કે બાદમાં તે લોન ચુકવી ન હતી. વર્ષ 2016માં આરોપીઓની લોનને એનપીએ જાહેર કરાઈ હતી. બેન્કે જે હેતુ માટે લોન આપી હતી તેને માટે લીધેલા પૈસાનો ઉપયોગ કરાયો નહોતો.