સાગરદાણ ખરીદવા પશુપાલકોને 100 રૂપિયા વધુ આપવા પડશે


  • Published By :
  • Published Date : 2022-11-02 11:26:34

સાગરદાણની 70 કિલોની બેગ છે તે પહેલા પશુપાલકોને 1500 રૂપિયાની મળતી હતી. હવે ભાવમાં 100 રૂપિયાનો વધારો થતાં તે બેગ 1600 રૂપિયામાં મળશે. અગાઉ ચાર મહિના પહેલા પણ દૂધસાગર ડેરીએ બેગના ભાવ 1400 રૂપિયાથી 1500 રૂપિયા કરી દીધા હતા. એટલે હવે આટલી મોંઘવારી વચ્ચે પશુપાલકોને દાણ ખરીદવા માટે સો રૂપિયા આપવા પડશે. 


એક હાથથી દેવું, બીજા હાથથી લેવું 

હમણાં 14 દિવસ પહેલા જ દૂધસાગર ડેરીએ દૂધની ખરીદના ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો હતો અને કહ્યું હતું કે આ અમારી ખેડૂતોને દિવાળી ભેટ છે. દિવાળી ગઈ ભેટ મળી ગઈ, તો શું હવે સમય છે ખેડૂતો પાસેથી જે ભેટ આપી હતી તે વસૂલ કરવાનો? જૂન મહિનામાં જ સાગરદાણના ભાવમાં વધારો કર્યો હતો અને હવે ચાર મહિના બાદ ફરીવાર પશુપાલકોને એક ધૂંબો મારી દેવામાં આવ્યો છે. 

સાગરદાણ લેઈ પશુપાલકોના ખિસ્સામાંથી આટલા રૂપિયા ડેરીને મળશે

સાગર દાણના 100 રૂપિયા વધતા દૂધસાગર ડેરીને અંદાજે 700 મેટ્રીક ટન સાગર દાણનું વેચાણ થયું હોય છે. એટલે કે રોજ અંદાજે 11,400 જેટલી સાગરદાણ બોરીનો પશુ આહાર લેય છે. હવે આ સરખાયે સમજીએ તો આ વધારાથી પશુપાલકોના ખિસ્સામાંથી 11 લાખ રૂપિયા વધારે ખર્ચાશે જેનો ફાયદો સીધો દૂધસાગર ડેરીને થશે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...