કેશલેસ ટ્રાન્ઝેક્શનના દાવા વચ્ચે રોકડનું પ્રમાણ વધ્યું, હાલ દેશમાં કુલ રોકડ 30.88 લાખ કરોડ રૂપિયા


  • Published By :
  • Published Date : 2022-11-06 18:25:18


પીએમ મોદીએ 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરી હતી. દેશમાં કાળા નાણાં અને બોગસ ચલણી નોટોનું દૂષણ ડામવા માટે નોટબંધી કરવામાં આવી હોવાનો વડાપ્રધાન મોદીએ તે સમયે દાવો કર્યો હતો. જો કે આ કવાયત તો સફળ  ન રહી પણ લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી હતી.  500 અને 1000 રૂપિયાના મૂલ્યની ચલણી નોટોની માન્યતા રદ કરીને બજારમાંથી પાછી ખેંચવામાં આવી હતી. નોટબંધીથી લોકોને બેંકોની લાંબી લાઇનોમાં ઉભા રહેવાની ફરજ પડી હતી. દેશના અર્થતંત્રને પણ આ નોટબંધીથી જબરદસ્ત ફટકો પડ્યો હતો.


કેશલેસ ટ્રાન્ઝેક્શનની માત્ર વાતો


નોટબંધીના છ વર્ષ બાદ દેશમાં  હાલ જેટલું રોકડ નાણું છે તેટલું અગાઉ ક્યારેય ન હતું. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેટા પ્રમાણે, 21 ઓક્ટોબર, 2022ના રોજ દેશમાં ઉપલબ્ધ કુલ રોકડ 30.88 લાખ કરોડ રૂપિયા છે, જે 4 નવેમ્બર, 2016ના રોજની 17.97 લાખ કરોડ રૂપિયા કરતા લગભગ 80 ટકા વધારે છે. વાર્ષિક ધોરણે તેમાં 9.3 ટકા એટલે કે 2.63 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ભારતમાં કરન્સીનું સર્ક્યુલેશન વર્ષ 2017-18માં દેશની જીડીપીના 10.7 ટકાથી વધીને વર્ષ 2020-21માં જીડીપીના 14.4 ટકાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. મોટી સંખ્યામાં વેપારીઓ હજુ પણ નાણાંકીય વ્યવહારો માટે રોકડ ચૂકવણી પર આધાર રાખે છે. દેશમાં લગભગ 15 કરોડ લોકો પાસે હજુ પણ બેંક ખાતું નથી માટે રોકડ નાણાં વિનિમયનું મુખ્ય માધ્યમ છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?