જેમ કોરોના એક સામાન્ય શબ્દ બની ગયો છે તેમ હવે હાર્ટ એટેક એક સામાન્ય શબ્દ બની ગયો છે. પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં નાની ઉંમરના વ્યક્તિ મોતને ભેટી રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. હજી સુધી અનેક કિસ્સાઓ સામે આવ્યા છે હાર્ટ એટેકના જેમાં કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ પરીક્ષા આપતા આપતા ઢળી પડે છે અને મોતને ભેટે છે. ત્યારે વધુ ત્રણ કિસ્સાઓ હાર્ટ એટેકના સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર બોટાદથી ઘટના સામે આવી છે જ્યારે બીજી ઘટના રાજકોટથી સામે આવી છે. ભરૂચથી પણ હાર્ટ એટેકનો કિસ્સો નોંધાયો છે.
બોટાદમાં હાર્ટ એટેકને કારણે ગયો એક વ્યક્તિનું મોત
કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરમખ વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન ગુજરાતથી મોતના સમાચાર સામે આવી રહ્યા છે. સાજો લાગતો વ્યક્તિક્યારે મોતને ભેટે છે તેની જાણ થતી નથી. વ્યક્તિ ક્યારે અંતિમ શ્વાસ લઈ લે છે તેની પણ જાણ નથી થતી. ત્યારે કોરોના બાદ યુવાનો પર હાર્ટ એટેકનો ખતરો સતત વધી રહ્યો છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવે છે અને તે મોતને ભેટે છે. ત્યારે હાર્ટ એટેકે વધુ ત્રણ લોકોના જીવ લીધા છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક કિસ્સો બોટાદથી સામે આવ્યો છે જેમાં મોડી રાત્રે છાતીમાં નરેશભાઈ નામના વ્યક્તિને દુખાવો ઉપડ્યો. સારવાર અર્થે તેમને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા પરંતુ તેમનો જીવ ન બચી શક્યો. જે વ્યક્તિનું મોત થયું છે તે મેડિકલ સ્ટોરમાં કામ કરતા હતા.
એક મહિલાનું જ્યારે એક વ્યક્તિનો ગયો જીવ
બીજી ઘટના રાજકોટના જેતપુરથી સામે આવી છે. જેતપુર તાલુકાના પીઠડીયા ગામમાં રહેતા મનીષાબહેનનું મોત હાર્ટ એટેકને કારણે થયુંછે. 45 વર્ષીય મનીષાબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. હાર્ટ એટેકની ત્રીજી ઘટના ભરૂચથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર ભરૂચના જંબુસરામાં એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. જે વ્યક્તિનું મોત થયું છે તેમનું નામ સલીમ ઈબ્રાહીમ પટેલ હતું અને તે સંતાનોના પિતા હતા. મહત્વનું છે કે હાર્ટ એટેકને પાછળ અનેક કારણો હોય છે.