Corona બાદ વધ્યા Heart Attackના કિસ્સા! પાંચ વર્ષની બાળકીને હાર્ટ એટેક આવતા પરિવાર આઘાતમાં, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-22 09:09:56

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના બાદ તો આ શબ્દ સાંભળવો જાણે એકદમ સામાન્ય બની ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હજી સુધી એવું માનવામાં આવતું હતું કે હાર્ટ એટેક આવવાની સંભાવના વૃદ્ધ લોકોમાં વધારે હોય છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યો છે તે તો આપણે જાણીએ છીએ પરંતુ ઉત્તરપ્રદેશથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં માત્ર પાંચ વર્ષની બાળકીને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થઈ ગયું છે. 5 વર્ષની બાળકી મોબાઈલમાં કાર્ટુન જોઈ રહી હતી અને તેનું હૃદય ધબકતું અચાનક બંધ થઈ ગયું. 


પાંચ વર્ષની બાળકીને આવ્યો હાર્ટ એટેક! 

કોરોનાને કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે. અનેક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ પ્રતિદિન સામે આવી રહ્યા છે. હજી સુધી આપણે સાંભળતા હતા કે યુવાનો પર હાર્ટ એટેકનું સંકટ વધી રહ્યું છે. પરંતુ તે બાદ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયા હોય તેવા સમાચાર સામે આવ્યા. કોઈ ડાન્સ કરતા કરતા મોતને ભેટે છે તો કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપતા આપતા કાળનો કોળિયો બની જાય છે. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પાંચ વર્ષની બાળકીનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. આ ઘટના ઉત્તરપ્રદેશના અમરોહાની છે.


કોરોના બાદ વધ્યા હાર્ટ એટેકના કિસ્સાઓ!

આ ઘટના હસનપુર વિસ્તારના હાથિયા ખેડા ગામની છે. મોબાઈલ ફોનમાં કાર્ટુન જોઈ રહી હતી. મળતી માહિતી અનુસાર શુક્રવાર રાત્રે નવ વાગ્યાની આસપાસ તેમની દીકરી બેઠી હતી તે વખતે તે મોબાઈલમાં કાર્ટુન જોઈ રહી હતી. બાળકીની માતા તેની સાથે જ બેઠી હતી. અચાનક દીકરીના હાથમાં મોબાઈલ હતો તે નીચે પડી ગયો. જ્યારે બાળકીને હલાવવામાં આવી ત્યારે તે ઉઠી નહીં. તેને તરત હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી. અચાનક દીકરીની વિદાયથી પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. મહત્વનું છે કે હાર્ટ એટેક આવવા પાછળ અનેક કારણ જવાબદાર હોય છે.    





વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.