Heart Attackના કિસ્સાઓમાં ધરખમ વધારો! આટલા યુવાનોને ભરખી ગયો કાળ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-25 13:30:58

હાર્ટ એટેકના કિસ્સાઓ જાણે સામાન્ય બની ગયા છે. હાર્ટ એટેકથી મોત થવું જાણે સામાન્ય બની ગયું છે તેવું લાગી રહ્યું છે. યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે કારણ કે છેલ્લા થોડાંક સમયથી જે પ્રમાણે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેમાં નાની ઉંમરના લોકો મોતને ભેટી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા એક બે દિવસમાં જ અનેક યુવાનોના મોત થઈ ગયા છે. રાજકોટથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં લગ્નના બે દિવસ પહેલા જ વરરાજાનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું. બીજો એક કિસ્સો મહેસાણાથી સામે આવ્યો છે જેમાં 18 વર્ષના યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.


વિદ્યાર્થીઓના થઈ રહ્યા છે મોત 

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા છે. અનેક પરિવારો કોરોના બાદ વિખેરાઈ ગયા હતા અને હવે હાર્ટ એટેક જીવલેણ સાબિત થઈ રહ્યો છે. યુવાનોને કાળ ભરખી રહ્યો છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે મોટી ઉંમરના લોકોને જ હાર્ટ એટેક આવતો અને તેમના મોત થતા હતા પરંતુ હવે તો શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. 



મિત્રો સાથે સંકેત બેઠો હતો ત્યારે તે અચાનક ઢળી પડ્યો અને... 

એક કિસ્સો મહેસાણાથી સામે આવ્યો છે જેમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. 18 વર્ષીય સંકેત મિસ્ત્રી પરીક્ષા આપીને ઘરે આવ્યો અને સોસાયટીના કોમન પ્લોટમાં તે બેઠો હતો. મિત્રો સાથે વાત કરતો હતો અને તે અચાનક ઢળી પડ્યો હતો. સંકેતે અચાનક વાત કરવાનું બંધ કરી દેતા આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા. તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનું મૃત્યુ થઈ ગયું હતું. હોસ્પિટલમાં હાજર ડોક્ટરએ તેને મૃત જાહેર કર્યો.


બે દિવસ બાદ થવાના હતા લગ્ન અને થઈ ગયું મોત! 

બીજો એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે જેમાં વરરાજાનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. મળતી માહિતી અનુસાર શનિવારે તેમના લગ્ન થવાનું હતું. ઘરમાં ખુશીનો માહોલ હતો પરંતુ વરરાજાના અચાનક મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. મહત્વનું છે કે કોરોના બાદ હાર્ટ એટેક આવવાનો સિલસિલો વધી રહ્યો છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?