ગુજરાતમાં વધતા કોરોનાના કેસ, વિદેશથી આવેલો વ્યક્તિ થયો કોરોના સંક્રમિત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-08 13:33:44

દેશમાં તેમજ રાજ્યમાં કોરોના કેસને કારણે ચિંતા વધી છે. વિશ્વના અનેક દેશોમાં કોરોના ફરી માથું ઉચંકી રહ્યું છે. ત્યારે ભારત સરકાર પણ વધતા કોરોના સંક્રમણને લઈ એક્શન મોડમાં આવી છે. ગુજરાતમાં પણ કોરોના સંક્રમણ કાબુમાં રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વિદેશથી આવતા અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે વધુ એક કેસ ખેડામાં નોંધાયો છે. નડિયાદના ચકલાસીયાથી કેસ સામે આવ્યો છે. યુએસએથી આવેલા વ્યક્તિનો કોરોના સંક્રમિત હોવાનું સામે આવતા તંત્ર દોડતું થયું છે. 


કોરોના કેસ વધતા વધારાયા નિયંત્રણ 

વિશ્વના અનેક દેશોમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ વણસી રહી છે. ચીનમાં વધતા કોરોના કેસને લઈ વિશ્વના અનેક દેશો સતર્ક થઈ ગયા છે. વિદેશથી આવતા લોકો માટે અનેક દેશોએ પ્રતિબંધો લગાવી દીધા છે. ત્યારે ભારત સરકાર પણ કોરોના પર નિયંત્રણ લાવવા પ્રયત્ન કરી રહી છે.


વિદેશથી આવેલા વ્યક્તિનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

ગુજરાત કોરોના કેસ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વિદેશથી આવતા લોકોનો કોરોના રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે. વિદેશથી આવતા અનેક લોકો કોરોના સંક્રમિત નોંધાયા છે. ત્યારે વધુ એક વિદેશથી આવેલો વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.


મધ્યગુજરાતમાં વધતો કોરોના કેસનો આંકડો 

યુએસએથી આવેલો વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાને કારણે તંત્ર દોડતું થયું છે. ખેડા જિલ્લામાં વધુ એક કોરોનાનો કેસ નોંધાયો છે. આરોગ્ય તંત્ર દ્વારા આને લઈ 33 સેમ્પલ લેવામાં આવ્યા છે. ખેડા જિલ્લામાં કોરોના જાણે ફરી માથું ઉચકી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વિદેશથી આવતા લોકોની જો વાત કરીએ તો મધ્યગુજરાતમાં સૌથી વધારે લોકો કોરોના સંક્રમિત નોંધાઈ રહ્યા છે. અનેક લોકો કોરોના પોઝિટીવ આવી રહ્યા છે જેને કારણે તંત્રની ચિંતા વધી અને તંત્ર દોડતું પણ થયું છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?