ઢોરવાસમાં નથી રખાતી પશુઓની કાળજી! ઢોરવાસમાં પ્રતિદિન થાય છે અનેક પશુઓના મોત, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-06 10:16:52

રખડતા ઢોરની સમસ્યા પ્રતિદિન વધી રહી છે. રાહદારીઓ તેમજ વાહનચાલકોના જીવ પર સંકટ રહેતું હોય છે કે રખડતા ઢોર ગમે ત્યારે તેમની પર હુમલો કરી શકે છે. રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તંત્રને કડક આદેશ આપી દેવામાં આવ્યો હતો. હાઈકોર્ટની અનેક ફટકાર બાદ તંત્ર દ્વારા એક્શન લેવામાં આવ્યા. અનેક વખત નોટિસ આપવામાં આવી. અંતિમ નોટિસ બાદ તંત્ર એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યું છે. રસ્તા પરથી પકડાયેલા ઢોરને ઢોરવાસમાં રાખવામાાં આવે છે. ગાયોની પુરતી સંભાળ નથી લેવામાં આવતી તેવા આક્ષેપો ઘણી વખત પશુમાલિકો દ્વારા કરવામાં આવ્યા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ થયા છે જેને કારણે માલધારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

પ્રતિદિન 25-30 પશુઓના થઈ રહ્યા છે મોત!

જ્યારથી તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારથી માલધારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અનેક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં માલધારીઓ અને ઢોરને પકડવા ગયેલી ટીમ વચ્ચે બોલાચાલી થતી હોય. પકડાયેલી ગાયોને ઢોરવાસમાં રાખવામાં આવે છે. આ બધા વચ્ચે માલધારીઓ આક્ષેપ કરી રહ્યા છે કે ગાયોની સાર સંભાળ સારી રીતે નથી કરવામાં આવી રહી. ઢોરવાસમાં પ્રતિદિન 25-30 પશુના મોત થઈ રહ્યા છે તેવા આક્ષેપ માલધારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. 



ગાયોના મૃતદેહને મૂકી દેવાય છે ખરાબ હાલતમાં!  

ગ્યાસપુરમાં જ્યાં મૃત ઢોરોનો નિકાલ કરવામાં આવે છે ત્યાં માલધારી સમાજના આગેવાનો પહોંચ્યા હતા. એવા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મૃત ગાયોને એએમસીની ગાડીમાં લાવવામાં આવે છે અને ખરાબ હાલતમાં મૂકી દેવામાં આવે છે. જેના વીડિયો પણ તેમણે ઉતાર્યા છે. મહત્વનું છે કે દાણીલીમડા ખાતે આવેલા ઢોરવાસમાં 2646 પશુઓને રાખવામાં આવ્યા છે, જ્યારે બાકરોલ ખાતે આવેલા ઢોરવાસમાં 1287 અને નરોડાના ઢોરવાસમાં 981 જેટલા પશુઓને રાખવામાં આવ્યા છે. 


પશુઓની સારસંભાળ યોગ્ય રીતે લેવાય છે - ડે. મ્યુ. કમિશ્નર 

માલધારી સમાજના આગેવાન નાગજી દેસાઈએ જણાવ્યું કે ગ્યાસપુર વિસ્તારમાં મૃત ગાયો મોટી સંખ્યામાં છે અને તેના વીડિયો સામે આવ્યા છે. આ બાબતે જે પણ જવાબદાર હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવી છે. રોજના 20થી 25 જેટલી પશુઓના મોત ઢોરવાડામાં થઇ રહ્યાં છે. તો બીજી તરફ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરનું કહેવું છે કે પશુઓની સારસંભાળ યોગ્ય રીતે લેવામાં આવે છે. જે વીડિયો સામે આવ્યો છે તે એટલા ભયંકર છે કે તે દ્રશ્યો વિચલીત કરી શકે તેમ છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?