પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર ભાજપમાં જોડાશે .....
કોંગ્રેસમાં થી નીકળી જનાર અને પંજાબ લોક કોંગ્રેસ નામની પાર્ટી બનાવનાર પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરે નક્કી કર્યું છે તે ભાજપમાં જોડાશે . તેઓએ જાહેર કર્યું છે કે તેઓ આવતા અઠવાડિયે ભાજપ માં જોડાશે. કોંગ્રેસે મુખ્યમંત્રી તરીકે કેપ્ટન અમરિન્દરને હટાવીને ચરણજીત સિંહ ચન્નીને સીએમ બનાવ્યાં હતા પરંતુ ચન્નીમાં આગેવાનીમાં કોંગ્રેસનો વિધાનસભાની ચૂંટણીમાં ઘોર પરાજય થયો હતો અને આમ આદમી પાર્ટી સત્તા પર આવી હતી. કોંગ્રેસમાંથી નીકળી ગયા બાદ અમરિન્દરે પંજાબ લોક કોંગ્રેસ નામની પાર્ટી બનાવી હતી, પરંતુ હવે તેમણે આ પાર્ટીનો ભાજપમાં વિલય કરી નાખવાનું અને ભાજપમાં જોડાઈજવાનું નક્કી કર્યું છે
શાહને મળતા હતા અમરિન્દર
જ્યારે કેપ્ટન અમરિન્દર અમિત શાહ અને pm દીને મળ્યા હતા ત્યારથીજ તેમણે ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ હતી. પરંતુઆ બધી અટકળો પર તેમણે પૂર્ણવિરામ લગાવી દીધો છે . જો કેપ્ટન અમરિન્દર ભાજપમાં જોડાશેતો આપ ની ચિંતામાં વધારો થશે.