ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળતા હાહાકાર, પોલીસ અને FSLની ટીમ યુનિ.કેમ્પસ પહોંચી


  • Published By :
  • Published Date : 2023-08-07 18:33:39

વિદ્યાનું ધામ ગણાતી રાજ્યની યુનિવર્સિટીઓમાં નશાનું વાવેતર થઈ રહ્યું છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટી બાદ હવે ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં પણ ગાંજાના છોડ મળતા હાહાકાર મચી ગયો છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI અને કોંગ્રેસના કાર્યકરોએ ગાંજાના છોડ પકડ્યા છે. યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં ગાંજાની ખેતી થતી હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે યુનિવર્સિટીમાંથી પકડાયેલા આ છોડ ગાંજાને જ છે તે તો ટેસ્ટિંગ બાદ જ જાણી શકાશે.


પોલીસ અને FSLની ટીમ પહોંચી   


કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI અને કોંગ્રેસના કાર્યકરોએ તપાસ કરતા ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના કેમ્પસમાં D બ્લોકની બાજુમાં ગાંજાના છોડ મળ્યા છે. અહીં બે અલગ અલગ છોડ મળ્યા છે, જેમાં એક 6.5 ફૂટનો છોડ છે, જ્યારે અન્ય એક 5.5 ફૂટનો છોડ છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી પહોંચી હતી. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ FSLની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે.


FSL રિપોર્ટ બાદ કાર્યવાહી


ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મુદ્દે પીઆઇ વી.જે. જાડેજાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી બ્લોક વોર્ડને પોલીસ સ્ટેશનમાં ગાંજા અંગેની જાણ કરી હતી. ટીમ સાથે પહોંચતા પ્રાથમિક તબક્કે શંકાસ્પદ છોડ જોવા મળ્યો હતો. એફએસએલ ટીમ આવ્યા બાદ પંચનામું કરશે. હોસ્ટેલમાં પણ જરૂર પડશે તો તપાસ પણ કરીશું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.