TET-TATના ઉમેદવારો આજે ગાંધીનગર ખાતે કરવાના છે આંદોલન, પત્ર લખી પોતાની વાતને કરવાના છે રજૂ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-05 12:15:08

આજે શિક્ષક દિવસ છે. દરેક શાળામાં શિક્ષક દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા અનેક દિવસોથી TET-TATના ઉમેદવારો  શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. સરકારને અનેક વખત રજૂઆત કરવાની કોશિશ કરી પરંતુ રજૂઆત પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવતી હતી. ત્યારે આજે ગાંધીનગર ખાતે ટેટ-ટાટના ઉમેદવારો પહોંચવાના છે અને પત્ર લખી રજૂઆત કરવાના છે. જ્ઞાનસહાયકને નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તેના માટે તે આંદોલન કરવાના છે. મુખ્યમંત્રી સહિતના અલગ અલગ પદાધિકારીઓને ઉમેદવારો પત્ર આપવાના છે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી રજૂઆત કરવાના છે. 

શું આજે ઉમેદવારો કરી શકશે રજૂઆત?

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. અનેક એવી શાળાઓ છે જે માત્ર એક જ શિક્ષકના આધારે ચાલે છે. અનેક એવી શાળાઓ છે જ્યાં શાળા ભવન જર્જરિત હાલતમાં છે.ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં તો શાળાઓ જ નથી. ત્યારે શિક્ષકોની ઘટ પણ ગુજરાતમાં છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટના ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે. ત્યારે આજે આંદોલન કરવા માટે ગાંધીનગર ખાતે ઉમેદવારો ભેગા થવાના છે. હવે જોવું એ રહ્યું કે રજૂઆત કરવા ઉમેદવારો જઈ શકે છે કે પછી રજૂઆત કરવા પહોંચે તેની પહેલા જ તેમની અટકાયત કરી દેવામાં આવે છે. કારણ કે હજી સુધી આવું જ બન્યું છે.  
   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?