ગુજરાત વિધાનસભા ચૂંટણીને જીતવા માટે દરેક રાજકીય પાર્ટી પોતાનું જોર લગાવી રહી છે. એક બાદ એક દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપ તેમજ આપ બાદ કોંગ્રેસ પણ ચૂંટણીને લઈ ગંભીર બની છે. ત્યારે જુનાગઢ તેમજ અમરેલીમાં કોંગ્રેસનો દબદબો જોવા મળે છે. ત્યારે 5 બેઠકો માટે કોંગ્રેસના 56 સભ્યોએ ટિકિટ માટે માગણી કરી છે. ટિકિટ લેવા માટે કોંગ્રેસમાં પડાપડી થઈ રહી છે.
ટિકિટ લેવા કોંગ્રેસમાં પડાપડી
2017ની ચૂંટણીમાં કોંગ્રેસે જુનાગઢમાં 5 બેઠકોમાંથી 4 બેઠકો પર વિજય મેળવ્યો છે. કોંગ્રેસની જીત થતા જુનાગઢથી 4, કેશોદથી 39, માંગરોળથી 5, વિસાવદરથી 4 તેમજ માણાવદરથી 5 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી માટે ટિકિટની માગણી કરી છે. કોંગ્રેસ પણ ભારતીય જનતા પાર્ટી તેમજ આપ બાદ કોંગ્રેસ પણ પ્રચાર માટે મેદાનમાં ઉતરી છે. અનેક દિગ્ગજ નેતાઓ વિધાનસભા ચૂંટણી નજીક આવતા ગુજરાતના પ્રવાસે આવવાના છે.
ટિકિટ નહીં મળે તો કોંગ્રેસમાં પડી શકે છે ભંગાણ
પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરતા પહેલા કોંગ્રેસ આ વખતે ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવાની તૈયારી કરી રહી છે. ત્યારે કોંગ્રેસમાંથી 5 બેઠકો માટે 56 ઉમેદવારોનું લિસ્ટ આવતા કોંગ્રેસમાં ભંગાણ થવાની સંભાવના દેખાઈ રહી છે. હાઈકમાન્ડ કોને ટિકિટ આપે છે તે સસ્પેન્સ રહેલું છે. કોંગ્રેસમાંથી ટિકિટ નહીં મળે તો આ ઉમેદવારો પક્ષ પલ્ટો પણ કરી શકે છે. જો ઉમેદવારો પક્ષ પલ્ટો કરશે તો કોંગ્રસને મોટો ફટકો પડી શકે છે.
પ્રચાર કરવા કોંગ્રેસ ઉતરી મેદાનમાં
એક તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટની એન્ટ્રી થતા ભાજપ અને કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે. રણનીતિ સાથે આપ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યું છે. ભાજપ પણ પ્રચાર માટે આગળ આવી રહ્યું છે. જો કોઈ ઉમેદવાર કોંગ્રેસનો છેડો કોઈ ફાળે છે તો તેની સીધી અસર કોંગ્રેસને થવાની છે. જૂનાગઢમાં કોંગ્રેસ એક યાત્રા કરવાનું આયોજન કરી રહી છે. કોંગ્રેસ પાટીદારોને રિઝવવા પ્રયાસ કરી શકે છે. કોંગ્રેસ દ્વારા નિકાળવામાં આવતી યાત્રા ખોડલ ધામ થઈ જૂનાગઢ પહોંચવાની છે. ખોડલ ધામ ખાતે પાટીદાર નેતા નરેશ પટેલ યાત્રાનું સ્વાગત કરવાના છે. કોંગ્રસ પણ પ્રચાર કરવામાં નમતું જોખવા નથી માનતું.