Madhya Pradeshમાં નકલી દિવ્યાંગનું સર્ટિફિકેટ બનાવી ઉમેદવારોએ મેળવી શિક્ષક તરીકે નોકરી, જાણો કેવી રીતે કૌભાંડનો થયો પર્દાફાશ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-16 17:50:10

રાજ્યમાં જ્યાં એક તરફ ભાવિ શિક્ષકો જ્ઞાનસહાયક યોજનાનો વિરોધ કરી કાયમી નોકરી માટે આંદોલન કરી રહ્યા છે ત્યારે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાંથી શિક્ષક ભરતી બાબતે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એવા સમાચાર બહાર આવ્યા છે જે જાણી ભરતી બાબતે અમુક ઉમેદવારો કઈ હદ સુધી જઈ શકે છે તેનું ઉદાહરણ મળ્યું છે. 2018માં મધ્યપ્રદેશ સરકાર દ્વારા શિક્ષકોની ભરતી માટે આવેદનો મંગાવાયા હતા, તેમાં અચાનક વિકલાંગ ઉમેદવારોની ઘણી બધી અરજી આવી, તેમને થોડા સમય પહેલા નિયુક્તિ પણ મળી પરંતુ તે બાદ પોલીસને જે માહિતી મળી તે એકદમ અલગ હતી. 


લાયક ઉમેદવારોની ભરતી ન થઈ એટલે બની ગયા વિકલાંગ! 

ગુજરાતમાં થોડા સમય પહેલા ડમી ઉમેદવાર કાંડ સામે આવ્યો હતો. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારોને બેસાડવામાં આવ્યા હતા. આવો સરખો નહીં પરંતુ આ પ્રકારનો કિસ્સો મધ્યપ્રદેશથી સામે આવ્યો છે. આ કિસ્સામાં નકલી ઉમેદવારો નહીં પરંતુ કાયમી ભરતી લેવા માટે ઉમેદવારો નકલી વિકલાંગ બન્યા હતા. 2018 મધ્યપ્રદેશમાં શિક્ષકોની ભરતી નીકળી, ઉમેદવારો રાજી થયા- એ ઉમેદવારો જે લાયક હતા, બાકીના ઉમેદવાર ગયા ડોક્ટર પાસે અને બની ગયા વિકલાંગ, આવા 189 માંથી 66 જેટલા ઉમેદવારોએ પોતાની ખોડખાપણનું ફર્જી પ્રમાણપત્ર બનાવ્યું! આમ અચાનક આટલા વધારે ઉમેદવારો ખોટા પ્રમાણપત્ર રજૂ કર્યા હોવાની ફરિયાદ મળતા Directorate of Public Educationએ પ્રમાણપત્રની ખરાઈ કરવાનું શરૂ કર્યું.


આ મામલે તપાસ કરવા શિક્ષણ વિભાગે આપ્યો આદેશ!

આ મામલે વધારે ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી. આ મામલે  ગ્વાલિયર, ચમ્બલ,અંચલ વિસ્તારના લગભગ 189 જેટલા પ્રમાણપત્રોને તપાસ માટે મોકલવામાં આવ્યા- અને શિક્ષણ વિભાગે ગ્વાલિયર જિલ્લા કલેક્ટરને આ બાબતે શોધ કરવાનો આદેશ આપ્યો, જેમાં આ આખા કૌભાંડનો ખુલાસો થયો, જ્યારે ખબર પડી કે આવેલા સર્ટિફિકેટોમાંથી 66 જેટલા સર્ટિફિકેટનો સ્વાસ્થ્ય વિભાગમાં કોઈ રેકોર્ડ જ નથી અને તેના પર જે સાઈન અને સીલ લગાવવામાં આવ્યા હતા તે મેળ નથી ખાતા- એટલે આ તમામ 66 ખોટા, નકલી, ફર્જી, પ્રમાણપત્રો બનાવ્યા હતા એ સાબિત થઇ ગયું એટલે આ ''ઠગ ગુરુઓ'' પર ધોખાધડીનો આરોપ મૂકી પોલીસે FIR કરી છે. આ મામલે તેમની વધુ પૂછપરછ થઇ રહી છે-


66 નકલી ઉમેદવારોમાંથી 50 ટકા ઉમેદવારોએ કર્યું બહેરા હોવાનું નાટક! 

પણ અહીં સૌથી મોટી વાત એ હતી કે નકલ ન કરવાની સલાહ આપતા શિક્ષકો જ એક બીજાના બીમારીની નકલ કરતા હતા એટલે 66 નકલી વિકલાંગ બનેલા ઉમેદવારોમાંથી 50% ઉમેદવારોએ બહેરા હોવાનું નાટક કર્યું! બહેરા શિક્ષકો ક્લાસમાં જાય તો વિદ્યાર્થી શું કરે? ત્યારે પ્રશ્ન એ થાય કે જો શિક્ષકો જ આવી ખોટી નીતિઓ, ખોટા રસ્તા અપનાવતા હોય તો વિદ્યાર્થીઓ પર શું અસર પડે? 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?