રવિવારે એટલે કે 7 મેના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાઈ હતી. લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. શાંતિપૂર્ણ વાતાવરણમાં આ પરીક્ષાનું આયોજન થયું હતું. પરીક્ષા પૂર્ણ થયા બાદ અનેક ઉમેદવારોએ કહ્યું હતું કે પેપર થોડું અઘરૂં હતું. ઉમેદવારોનું કહેવું હતું કે ક્લાસ ત્રીજીની પરીક્ષામાં gpsc અને upsc લેવલના પ્રશ્નો પૂછાયા હતા. જેને લઈ ઉમેદવારોને પેપર અઘરૂં લાગ્યું હતું.


પેપરને લઈ ઉમેદવારોમાં જોવા મળ્યો રોષ!
પરીક્ષા પૂર્ણ થયા બાદ આન્સર કી અપલોડ કરવામાં આવતી હોય છે. આન્સર કીની ઉમેદવારો રાહ જોતા હતા. પરંતુ આન્સર કી અપલોડ ન કરવામાં આવતા ઉમેદવારોએ જાતે જ પેપર સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો. તે દરમિયાન ઉમેદવારોને ખબર પડી કે આ પેપરમાં અનેક એવા પ્રશ્નો હતા જે gpsc અને upscની પરીક્ષાના લેવલના હતા. અનેક એવા પ્રશ્નો હતા જે gpsc અને upscના પેપરમાં પૂછાયા હતા. ત્યારે મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીઓએ આ મામલે પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલને પણ ટ્વિટના માધ્યમથી જાણ કરી હતી. આ મામલે અનેક ઉમેદવારોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો.
તલાટીની પરીક્ષામાં gpsc અને upscના પ્રશ્નો પૂછાયા!
ઉમેદવારોનું કહેવું છે કે કલાસ ત્રીજીની પરીક્ષામાં gpsc અને upscના પ્રશ્નો પૂછવામાં આવે તો કઈ રીતે ઉમેદવારો પાસ થાય. એક કલાકની અંદર કેવી રીતે ઉમેદવારો પ્રશ્નો સોલ્વ કરી શકે. મળતી માહિતી અનુસાર ઉમેદવારો આવેદનપત્ર પણ આપવાના છે. ત્યારે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.