ભારત અને કેનેડાના સંબંધો આમ તો મિત્ર જેવા હતા પરંતુ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડો દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી હોવાની વાત કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કરી હતી. કેનેડાના સંસદ ભવનમાં કેનેડાના પીએમએ જણાવ્યું કે શીખ સમુદાયના નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા ભારતે કરાવી છે.
કેનેડાના પીએમ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર ભારતે લીધું આ પગલું
જી-20માં કેનેડાના વડાપ્રધાન ભારતના મહેમાન બન્યા હતા. ભારત સરકાર અને હરદીપ સિંહની હત્યા વચ્ચે કનેક્શન હોવાની વાત વડાપ્રધાન દ્વારા કહેવામાં આવતા રાજનીતિ ગરમાઈ છે. આ દાવો સામે આવતા ભારતીય વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે. કેનેડા સરકારે ભારતના ડિપ્લોમેટને કેનેડામાંથી કાઢી મૂક્યા તો ભારતે પણ આ મામલે કડક કાર્યવાહી કરી છે. ભારતે પણ કેનેડાના હાઈકમિશનરને પણ દેશમાંથી કાઢી મૂક્યા છે.
બંને દેશોના સંબંધો વચ્ચે આવી તિરાડ!
મહત્વનું છે કે આ વર્ષે 18 જૂનના રોજ હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ગુરૂદ્વારાની બહાર કરવામાં આવી હતી. સંસદ ભવનમાં ટ્રુડોએ કહ્યું કે અમારા દેશની જમીન પર કેનેડિયન નાગરિકની હત્યા પાછળ વિદેશી સરકારનું હોવું અસ્વીકાર્ય છે. અને આ અમારી સંપ્રભુતાનું ઉલ્લંઘન છે. પોતાના સંબોધનમાં ટ્રુડોએ એ પણ ઉમેર્યું કે જ્યારે જી-20 સંમેલન માટે જ્યારે તે ભારત આવ્યા હતા ત્યારે તેમણે આ મુદ્દો વડાપ્રધાન મોદી સમક્ષ પણ ઉઠાવ્યો હતો. મહત્વનું છે કે નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધમાં ગરમાવો આવી શકે છે.