કેનેડા અભ્યાસ માટે ગયેલા 700 વિદ્યાર્થીઓને શા માટે સ્વદેશ પરત ફરવું પડશે? જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-08 19:50:45


ભારતમાંથી કેનેડા ભણવા ગયેલા 700થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ પર દેશનિકાલનો ખતરો તોળાઈ રહ્યો છે. તેનું કારણ તેમના ફેક એડમિશન લેટર હોવાનું કહેવાય છે. વિદ્યાર્થીઓને તાજેતરમાં કેનેડા બોર્ડર સિક્યોરિટી એજન્સી (CBSA) તરફથી દેશનિકાલ પત્રો મળ્યા છે. હવે આ વિદ્યાર્થીઓ ખૂબ નારાજ છે અને સરકાર પાસે સમસ્યાનો નિવેડો લાવવની માંગ કરી રહ્યા છે.


કૌભાંડનો માસ્ટર માઈન્ડ બ્રિજેશ મિશ્રા ફરાર 


આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરવા પાછળ બ્રિજેશ મિશ્રા નામના વ્યક્તિનો હાથ છે. તે જાલંધર સ્થિત એજ્યુકેશન માઈગ્રેશન સર્વિસીસનો વડો છે. વિદ્યાર્થીઓએ અહીંથી સ્ટડી વિઝા મેળવ્યા હતા. આ વિઝા નકલી હોવાનું જાણવા મળ્યું હતું અને હવે આ વિદ્યાર્થીઓને ભારત પરત ફરવાની ફરજ પડી રહી છે. બ્રિજેશ મિશ્રા ઘણા મહિનાઓથી તેમની ઓફિસમાં દેખાયો નથી. તેને લગતી તમામ વેબસાઈટ પણ બંધ કરી દેવામાં આવી છે જ્યાં વિદ્યાર્થીઓ વિઝા માટે અરજી કરતા હતા. આ પહેલીવાર નથી જ્યારે મિશ્રા પર છેતરપિંડીનો આરોપ લાગ્યો હોય. અગાઉ પણ 2013માં વિદ્યાર્થીઓને વિદેશ મોકલવા માટે નકલી દસ્તાવેજો બનાવવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તે અન્ય ડિરેક્ટરો સાથે 'ઈઝી વે ઈમિગ્રેશન કન્સલ્ટન્સી' નામની કંપની ચલાવતો હતો. પોલીસે તેની ઓફિસ પર દરોડા પાડીને રોકડ, પાસપોર્ટ અને વિદ્યાર્થીઓની નકલી ફાઈલો જપ્ત કરી હતી.


વિદ્યાર્થી દીઠ રૂ. 16 લાખથી વધુ વસૂલ્યા 


જે વિદ્યાર્થીઓને કેનેડિયન બોર્ડર સિક્યુરિટી એજન્સી (CBSA) તરફથી દેશનિકાલનો પત્ર મળ્યો છે. તે બ્રિજેશ મિશ્રા મારફતે જ કેનેડા ગયા હતા. આ માટે બ્રિજેશ મિશ્રાએ ઓન્ટારિયોની હમ્બર કોલેજમાં એડમિશન ફી સહિત વિદ્યાર્થી દીઠ રૂ. 16 લાખથી વધુ વસૂલ્યા હતા. જો કે, કેનેડા પહોંચ્યા પછી, આ વિદ્યાર્થીઓને જે કોલેજ માટે ત્યાં મોકલવામાં આવ્યા હતા તેમાં પ્રવેશ મળ્યો ન હતો. હવે આ 700 ભારતીય વિદ્યાર્થીઓ મિસીસોગા, ઓન્ટારિયોમાં કેનેડિયન બોર્ડર સિક્યોરિટી એજન્સી (CBSA) ઓફિસની બહાર દેશનિકાલના આદેશ સામે વિરોધ પ્રદર્ષન કરી રહ્યા છે.


વિદેશમંત્રી એસ. જયશંકરે શું કહ્યું?


આ મામલે વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું- વિદ્યાર્થીઓનો આ મામલો થોડા સમયથી આવી રહ્યો છે. કેનેડિયનો કહે છે કે તેઓ જે કોલેજમાં હાજરી આપવી જોઈએ ત્યાં ભણ્યા નહોતા અને જ્યારે તેમણે વર્ક પરમિટ માટે અરજી કરી ત્યારે તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. શરૂઆતથી જ અમે આ બાબતને ઉઠાવી છે અને અમે કહીએ છીએ કે વિદ્યાર્થીઓએ સારા ઈરાદાથી અભ્યાસ કર્યો છે. જયશંકરે વધુમાં કહ્યું- જો તેમને ગેરમાર્ગે દોરનારા લોકો છે તો દોષિતો સામે કાર્યવાહી કરવી જોઈએ. સારા ઈરાદા સાથે ભણતા વિદ્યાર્થીને સજા કરવી ખોટું છે. મને લાગે છે કે કેનેડા પણ માને છે કે જો વિદ્યાર્થીએ કંઈ ખોટું ન કર્યું હોય તો તેમને સજા કરવી ખોટું હશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?